BREAKING NEWS

માણાવદરના અનસુયા ગૌ-ધામ દ્રારા પાંચ વર્ષથી છાશનું મફત વિતરણ

  • June 15, 2026 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માણાવદરમાં આવેલ 'અનસુયા ગૌધામ' દ્રારા છેલ્લ ા પાંચ વર્ષથી એક પ્રશંસનીય ગૌસેવા અને જનસેવાનું કાર્ય ચાલી રહ્યું છે. અહીં સ્થાનિકો અને જરૂરિયાતમદં લોકો માટે ગીર ગાયના દૂધમાંથી બનેલી શુદ્ધ છાશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. સ્થાનિક રહેવાસી ઉમેદસિંહ ચુડાસમાએ આ અંગે વિગત આપતા જણાવ્યું હતું કે, અનસૂયા ગૌધામમાં કોઈપણ જાતનું પાણી ઉમેર્યા વગર ગીર ગાયની એકદમ ઓરિજિનલ અને ઘટ્ટ છાશ લોકોને મફતમાં આપવામાં આવે છે. આ નિ:સ્વાર્થ ગૌસેવાના કારણે આસપાસના વિસ્તારના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરરોજ આશરે ૧૦૦ થી ૧૫૦ જેટલા લોકો આ પવિત્ર છાશનો લાભ લેવા માટે ગૌધામ ખાતે આવે છે. આ અંગે વિગતો આપતા સેવાભાવી અનસૂયાબેન શેઠે જણાવ્યું હતું કે, ગીર ગાયની છાશ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ અને પીવામાં બહત્પ જ મીઠી હોય છે. ભરઉનાળે લોકોને ઠંડક અને પોષણ મળી રહે તેવા આશયથી આ શુદ્ધ છાશનું વિતરણ તદ્દન મફત કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે, આ છાશ વિતરણ કેન્દ્ર કોઈ પણ અટકાવ વગર છેલ્લા પાંચ વર્ષથી અવિરતપણે ચલાવવામાં આવી રહ્યું છે. અનસૂયાબેનની આ નિ:સ્વાર્થ લોકસેવાને સમગ્ર પંથકમાં બિરદાવવામાં આવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application