પોરબંદરના વાઘેશ્ર્વરીપ્લોટમાં આવેલા શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ ખાતે પ્રજ્ઞાચક્ષુઓને સંપૂર્ણપણે નિ:શુલ્ક હોસ્ટેલ સહિત ભોજન અને શિક્ષણની સુવિધા આપવામાં આવે છે તેથી પ્રજ્ઞાચક્ષુઓને સંસ્થા સુધી પહોંચાડવા અપીલ કરી છે.
શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળના સેક્રેટરી કમલેશભાઇ ખોખરીએ જણાવ્યુ છે કે ભારત દેશ આજે શિક્ષણ ક્ષેત્રે ખૂબજ પ્રગતિ કરી રહ્યો છે અને દેશના યુવાનો અને યુવતીઓ જવલંત સફળતા પ્રાપ્ત કરી દેશના વિકાસમાં સહભાગી બની રહ્યા છે. જે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે. જ્યારે બીજી બાજુ જોવામાં આવે તો આજના આ ‘વિકાસશીલ’ યુગમાં અનેક પ્રજ્ઞાચક્ષુ ભાઇ-બહેનો પોતાના ઘરના ખુણામાં બેસી રહી અંધકારભર્યાજીવનની યાતનાઓમાંથી પસાર થઇ રહ્યા છે. તેઓને પ્રજ્ઞાચક્ષુઓના શિક્ષણની વ્યવસ્થા હોય છે તે વાતની પણ માહિતી નથી. જેથી નિ:સહાય દુ:ખભરી જિંદગી જીવી રહ્યા છે.આપ સૌ જાગૃત નાગરિકોને સંસ્થા દ્વારા વિનમ્ર અપિલ કરવામાં આવે છે કે આપના ધ્યાનમાં કોઇપણ પ્રજ્ઞાચક્ષુ ભાઇ-બહેનો હોય તો તેના અંધકારભર્યા જીવનને શિક્ષણ અને તાલીમ આપી તેઓના જીવનને ‘સુખી’ બનાવવાનું સદકાર્ય કરવા આવી વ્યક્તિઓની માહિતી અમારી સંસ્થાને પહોંચાડી અથવા આવી વ્યક્તિઓને બ સંસ્થા સુધી પહોંચાડવા અપીલ છે.
સંસ્થા ધર્મ કે કોમના ભદભાવ વગર કોઇપણ પ્રકારની ફી કે ચાર્જ વગર નીચે મુજબની સેવાઓ પ્રજ્ઞાચક્ષુ ભાઇ-બહેનો માટે પૂરી પાડે છે.બ્રેઇલ લીપીના માધ્યમથી ધોરણ ૧ થી ૧૨ સુધીનું શિક્ષણ આપવું. સંગીત પ્રારંભિકથી વિશારદ સુધીનો ડીગ્રી અભ્યાસ કરાવવામાં આવે છે. વિશ્ર્વકક્ષાના અંધજનો માટેના આધુનિક કોમ્પ્યુટર, સોફટવેરો દ્વારા કોમ્પ્યુટરની તાલીમ આપવામાં આવે છે. ખુરશી ભરાઇ જેવા હળવા હુન્નર ઉદ્યોગોની તાલીમ આપવામાં આવે છે. અંધજનોને ‘વિજ્ઞાન’ અને ભૂગોળનું જ્ઞાન વિશિષ્ટ મોડલો દ્વારા અને વિશિષ્ટ નકશાઓ દ્વારા આપવામાં આવે છે. અંધજનોને શિક્ષણ અને તાલીમ આપવા ઉચ્ચકક્ષાના અભ્યાસ કરેલા વિશિષ્ટ શિક્ષકો દ્વારા વ્યક્તિગત શિક્ષણ આપવામાં આવે છે. સંગીતના વર્ગોમાં હાર્મોનિયમ, તબલા, વાયોલીન, બેંજો, ગિટાર, બંસી જેવા શાસ્ત્રીય વાદ્યો અને ઓરગન ઓકટોપેડ, ઇલેકટ્રીક ગિટાર, ઇલેકટ્રીક બેન્જો તથા આધુનિક પ્રકારના ‘ડ્રમસેટ’ની તાલીમ આપવામાં આવે છે. સંસ્થામાં રહેવા માટે આધુનિક પ્રકારની હોસ્ટેલની નિ:શુલ્ક વ્યવસ્થા આપવામાં આવે છે. સંસ્થાના ‘ભોજનાલય’માં સવારે ચા-નાસ્તો, બપોરે ભોજન તથા ચા નાસ્તો અને સાંજના સ્વાદિષ્ટ પૌષ્ટિક ખોરાકની નિ:શુલ્ક વ્યવસ્થા આપવામાં આવે છે.શાળાનો યુનિફોર્મ બુટ મોજા સાથે નિ:શુલ્ક આપવામાં આવે છે. દરેક વિદ્યાર્થીઓને નિષ્ણાંત તબીબો દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે અને જરિયાતવાળા વિદ્યાર્થીઓને નિ:શુલ્ક સારવાર પુરી પાડવામાં આવે છે. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના વિકાસ માટે ઐતિહાસિક સ્થળો તથા ધાર્મિકસ્થળોએ પ્રવાસ માટે નિ:શુલ્ક લઇ જવામાં આવે છે. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના વિકાસ માટે વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરી તેઓના વ્યક્તિત્વ વિકાસ કરવામાં આવે છે. વિવિધ પ્રકારની રમતગમતની સ્પર્ધાઓના આયોજન કરી તેઓને શારીરિક રીતે તંદુરસ્ત રાખવાના પ્રયત્નો કરવામાં આવે છે. બ્રેઇલ લીપીના પુસ્તકો બ્રેઇલ-લીપીના અભ્યાસના સાધનો નિ:શુલ્કપણે આપવામાં આવે છે. આવી અનેક પ્રકારની સેવાઓ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. આપના ધ્યાને કોઇપણ પ્રજ્ઞાચક્ષુ ભાઇ-બહેનો હોય તો અમારી સંસ્થામાં પહોંચાડવા વિનંતિ છે.
વધુ માહિતી માટે શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુકુળ, વાઘેશ્ર્વરી પ્લોટ ફોન (૦૨૮૬) ૨૨૪૨૬૨૦, મો. ૯૮૨૫૬ ૭૪૧૫૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા.૧૪ મે,૨૦૨૫ના રોજ ઔદ્યોગીક ભરતીમેળો યોજાશે
May 12, 2025 05:47 PMજાખર પાટીયા પાસે ટેન્કરમાંથી ૨૦ લીટર ડીઝલ કાઢી લીધુ
May 12, 2025 05:44 PMજામનગર જિલ્લામાં બે દિવસ ચીજવસ્તુઓ ખરીદવા લોકોની પડાપડી
May 12, 2025 05:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech