ઓનલાઇન છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે ખાસ કરીને સોશિયલ મીડિયામાં જાહેરાત મારફત છેતરવામાં આવતા હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે વધુ એક આવા બનાવની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. નિવૃત્ત સરકારી ઓનલાઇન હોલીડે પેકેજ સર્ચ કર્યા બાદ એક જાહેરાત જોઈ અતિથિ ટિ્રપ હોલિડેઝમાં ચારધામની યાત્રા માટેનું ૨૬ સભ્યોનું પિયા ૭ લાખમાં પેકેજ બુક કરાવી એડવાન્સ પેમેન્ટ કયુ હતું. હરિદ્રાર પહોંચ્યા બાદ જાણ થઈ હતી કે આવું કોઈ પેકેજ બુક થયું નથી જેથી આ ફરિયાદ નોંધાવી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, દોશી હોસ્પિટલ રોડ માલવીયાનગર પાછળ ગુપ્રસાદ સોસાયટી બ્લોક નંબર ૬ માં રહેતા પ્રદીપભાઈ ઉપેન્દ્રભાઈ રાવલ (ઉ.વ ૬૨) દ્રારા આ અંગે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.પ્રદીપભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અગાઉ સિંચાઈ ખાતામાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા અને હાલ નિવૃત્ત જીવન પસાર કરે છે.
ગત તારીખ ૧૯૬૨૦૨૩ ના રોજ તેમને ચારધામ યાત્રામાં જવાનું નક્કી કયુ હોય જેથી ઓનલાઇન ચારધામ યાત્રાના પેકેજ માટે સર્ચ કરતા અતિથિ ટિ્રપ હોલીડે નામની ટુર કંપની જોવા મળી હતી જેમાં પ્રવીણ શર્માનો કોન્ટેકટ કરી ચારધામની યાત્રા બાબતે વાતચીત કરતા યાત્રાના પેકેજ માટે વ્યકિતદીઠ પિયા ૩૦,૦૦૦ જણાવ્યા હતા. જેથી ફરિયાદી તથા તેના પરિવાર અને મિત્ર સર્કલના મળી કુલ ૨૬ સભ્યો માટે પેકેજના કુલ પિયા ૭.૮૦ લાખ જણાવ્યા હતા અને એડવાન્સ પેમેન્ટ કરવા જણાવ્યું હતું. બાદમાં વારંવાર વાતચીતના અંતે કુલ પિયા ૬,૬૬,૯૯૯ ફરિયાદીએ ઓનલાઇન ટ્રાન્જેકશન કરી ચૂકવી આપ્યા હતા.
બાદમાં ગ્રુપ સર્કલમાંથી ૨૬ માંથી ૨૨ વ્યકિતને ચારધામ યાત્રામાં જવાનું નક્કી થયુ હતું. જેથી તારીખ ૨૧૯૨૦૨૩ થી ૧૦–૧૦–૨૦૨૩ નું પેકેજ જણાવ્યું હતું. બાદમાં તારીખ ૨૧૯૨૦૨૩ ના હરિદ્રાર પહોંચ્યા હતા અહીં પહોંચ્યા બાદ જાણ થઈ હતી કે તેમનું કોઈ પેકેજ બુકિંગ થયું નથી. જેથી હરિદ્રાર ખાતે પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા બાદ આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે થયેલી ૬,૬૬,૯૯૯ ની છેતરપિંડી અંગે સાયબર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયેલે લેબનોન પર ફરી તબાહી મચાવી! હવાઈ હુમલામાં બાળકો સહિત 40ના મોત
November 10, 2024 09:33 AMશિક્ષકો માટે ખુશખબર! ગુજરાતમાં જિલ્લા ફેરબદલીનો માર્ગ મોકળો
November 09, 2024 09:06 PMગાંધીનગરમાં રોહિતાસ ચૌધરીએ રચ્યો વર્લ્ડ રેકોર્ડ, એક કલાકમાં 722 પુશ અપ્સ કર્યા
November 09, 2024 08:58 PMછઠ પૂજાથી પરત ફરનારાઓને લઈને રેલવેનો મહત્વનો નિર્ણય, આ શહેરો માટે ત્રણ હજાર વિશેષ ટ્રેનો દોડાવાશે
November 09, 2024 08:56 PMદિલ્હીમાં જૂના વાહનો પર લટકી તલવાર, આ વાહનો સામે થશે કાર્યવાહી
November 09, 2024 08:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech