દરેડના કારખાનેદારને લાખોનો ચૂનો ચોપડયો

  • November 02, 2023 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મિત્રતાના દાવે ક્રેડીટ કાર્ડથી બે મોબાઇલ ખરીદી હાથ ઉંચા કર્યા : પોલીસની તપાસ

જામનગરના કારખાનેદારને તેના પાડોશી કારખાનેદારે તેમના ક્રેડીટ કાર્ડમાંથી ૨.૬૦ લાખના બે મોબાઇલ ફોન ખરીદી તેનું પેમેન્ટ ન કરી છેતરપીંડી આચરતાં પંચ-બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે.
જામનગર શહેરના ગ્રીનસીટી વિસ્તારમાં રહેતા નીલેશભાઇ દશરથભાઇ નામના મરાઠી વેપારી દરેડ જી.આઇ.ડી.સી.માં પોતાનું બ્રાસપાર્ટનું કારખાનું ધરાવે છે. અહીં કારખાનુ ધરાવતા ધવલભાઇ નગાભાઇ રાવલીયા સાથે છેલ્લા બે વર્ષથી તેઓ તેમની પાસેથી જોબવર્ક કરાવવાના કારણે મિત્રતા થઇ ગઇ હતી.
દરમ્યાન થોડા મહીનાઓ પહેલા ધવલભાઇ તેમના કારખાને આવીને ક્રેડીટ કાર્ડમાં અત્યારે સ્કીમ ચાલે છે તમારૂં ક્રેડીટ કાર્ડ આપો તેમ કહેતાં મિત્રતાના ભાવે તેમણે પોતાનું ક્રેડીટ કાર્ડ આપેલ અને ધવલભાઇએ ૧,૩૦,૦૦૦ની કિંમતના બે મોબાઇલ ફોન ખરીદેલ અને પ્રથમ હપ્તા પેટે એકાદ માસ બાદ રોકડા રૂા. ૧૩,૨૦૯ આપેલ અને ત્યારબાદ તેમની પાસેથી બાકી નીકળતા રૂપિયાની માંગણી કરતાં એકાદ મહીના બાદ બાકી રહેતી રકમ ચૂકવી આપશે તેવો વિશ્ર્વાસ આપેલ પરંતુ પેમેન્ટ કરતાં ગત ઓકટોબર માસમાં તેમના કારખાને જઇ રૂપિયાની ઉઘરાણી કરતાં ઉશ્કેરાયેલા ધવલભાઇએ હવે પૈસા માંગવા આવ્યો તો અહીં જી.આઇ.ડી.સી.માં કેમ ધંધો કરીશ તેમજ મારી નાખવાની ધમકી આપતા તેમના વિરૂદ્ધ પંચ બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application