ગાંધીનગર મહાનગરપાલિકામાં નોકરી અંગે બનાવટી કોલલેટર આપી છોડવડીના યુવક પાસેથી 9.32 લાખની રકમ પડાવ્યાની ફરિયાદ ઙ્ગોંધાઈ હતી.
ભેસાણ તાલુકાના છોડવડી ગામે રહેતા યુવકને સુરેન્દ્રનગરના વઢવાણ ગામના યુવકે ગાંધીનગર મહાનગરપાલિકામાં નોકરી આપવાની લાલચ આપવાના બહાને ડોક્યુમેન્ટ વેરીફીકેશન નું સોગંદનામુ કરી બનાવટી કોલ લેટર આપી યુવક પાસેથી 9.32 લાખની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા બાદ નોકરી ન મળતા વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે ભેસાણ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ છોડવડી ગામે રહેતા ભાવિન રતિલાલ ( ઉં.વ24) ને સુરેન્દ્રનગર જિલ્લ ાના વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે રહેતા દેવેન્દ્ર કિશોરભાઈ હડિયાલ નામના યુવક સાથે એક વર્ષ પૂર્વે સંપર્ક થયો હતો. તે સમયે ભાવિનભાઈને ગાંધીનગર મહાનગરપાલિકામાં નોકરી આપવાની લાલચ આપી સરકારી નોકરી અપાવવાના બહાને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું સોગંદનામુ કરાવી લીધું હતું. ત્યારબાદ અંગ્રેજીમાં ટાઈપ કરેલ અમદાવાદ કોર્પોરેશનનો બનાવટી કોલલેટર આપી અલગ અલગ તારીખે 9.32 લાખની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધી હતી.પરંતુ એક વર્ષ થયો છતાં નોકરી ન મળી જેથી તપાસ કરતા કોલલેટર ડમી હોવાનું જાણ થતા વિશ્વાસઘાત છેતરપિંડી કયર્નિી ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી પીએસઆઇ કાતરીયાએ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech