પરપીપળીયામાં રહેતા પ્રૌઢે રાજકોટમાં દ્રારકેશ પાર્કમાં રહેતા શખસનો લેટ ખરીદવા માટે સોદો નક્કી કરી .૧૦ લાખ આપ્યા હતા. પરંતુ બાદમાં આ શખસે આ પૈસાથી બેંક લોન ભરપાઈ કરી ન હોય બેંકે લેટમાં સીલ મારી દીધું હતું. ત્યારબાદ આરોપીએ પ્રૌઢને પૈસા પણ પરત ન આપ્યા કે બેંકની રકમ પણ ભરપાઈ ન કરી દસ્તાવેજ કરી આપ્યો ન હોય પ્રૌઢે પોતાની સાથે થયેલી આ છેતરપિંડી અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટની ભાગોળે જામનગર રોડ પર પરાપીપળીયામાં રહેતા અને ખેતીકામ કરનાર પાંચાભાઇ નારણભાઈ મૈયડ(ઉ.વ ૫૪) દ્રારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં દ્રારકેશ પાર્ક શેરી નંબર છ ડ્રીમ સિટી સામે રૈયા રોડ પર રહેતા હિતેશ અમરાભાઇ હત્પંબલનું નામ આપ્યું છે.
પાચાભાઇએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, છ વર્ષ પૂર્વે હિતેશ જે મૂળ ફરિયાદીના ગામનો હોય તેથી તેમને ઓળખતા હોય તેનો લેટ પંચવટી એપાર્ટમેન્ટ લેટ નંબર ૧૨ ચોથો માળ રાજકોટ ખાતે આવેલો હતો આ લેટ વેચવાનો હોય અને ફરિયાદીને લેટ લેવો હોય જેથી હિતેશે તેમના લેટ બતાવ્યો હતો. ફરિયાદીને આ લેટ પસદં આવતા ૧૧.૫૦ લાખમાં સોદો નક્કી થયો હતો આ સમયે હિતેશે કહ્યું હતું કે, આ લેટ ઉપર રિલાયન્સ હાઉસિંગની લોન લીધી છે જેનો અસલ દસ્તાવેજ બેંકમાં પડો છે અને હિતેશે કહ્યું હતું કે હત્પં લોન ભરપાઈ કરી તમને અસલ દસ્તાવેજ છોડાવી તમારા નામે દસ્તાવેજ કરી આપીશ. બાદમાં હિતેશે રજીસ્ટર સાટાખત કરાર કરી આપ્યો હતો. જેના અવેજમાં ફરિયાદીએ પિયા ૧૦ લાખ આપ્યા હતા. જેમાં ચાર મહિનામાં આ લેટ પર રહેલી લોન પૂરી કરી ફરિયાદીને દસ્તાવેજ કરી આપવાનો વાયદો આરોપીએ કર્યેા હતો.
ત્યારબાદ ફરિયાદીએ આપેલ પિયા હિતેશે બેંકમાં ભર્યા ન હતા. જેથી બેંકે આ લેટને સીલ મારી દીધું હતું. આ બાબતે ફરિયાદીએ હિતેશને વાત વાત કરતા તેણે કહ્યું હતું કે, મારે પિયાની જર હતી એટલે મેં તમારા પિયા અંગત કામ માટે ઉપયોગમાં લીધા છે. બાદમાં ફરિયાદીએ કહ્યું હતું કે તમે મને પિયા પરત આપી દો કા લેટ છોડાવી દસ્તાવેજ કરી આપો. જેથી આરોપીએ કહ્યું હતું કે મારે જમીન વેચવાની છે તેના પિયા આવવાના છે જેમાંથી હત્પં તમને તમારા પિયા આપી દઈશ. ત્યારબાદ આરોપીએ આજદિન સુધી ફરિયાદીને પૈસા પરત ન આપી કે લેટનો દસ્તાવેજ ન કરી આપતા અંતે તેમણે પોતાની સાથે થયેલી પિયા દસ લાખની છેતરપિંડી અંગે આ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૪૦૬ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech