ગુલાબવિહાર સોસાયટી મેઇન રોડ પર રહેતા શિક્ષક સાથે 150 ફૂટ રીંગરોડ પર ટ્વીન્સ સ્ટારમાં ઓફિસ ધરાવતા શખસે ધંધામાં રોકાણ પર ઉંચા વળતરની લાલચ આપી 50 લાખની છેતરપિંડી કરી હોવાની કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ગુલાબવિહાર સોસાયટી મેઇન રોડના ખૂણે રહેતા શિક્ષક અતુલ ધીરજલાલ બલદેવ(ઉ.વ 50) દ્વારા માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મેટોડામાં ગ્લોરીયસ સોસાયટીમાં રહેતા ચેતન કનકભાઈ પરમારનું નામ આપ્યું છે.
શિક્ષકે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે તેમણે જાહેરાત વાંચી હતી જેમાં બિઝનેસ વધારવા માટે યુનિક મોનોપોલી ધરાવતા 50 થી 70 લાખનું રોકાણ કરી શકે એવા પાર્ટનર જોઈએ છે તેઓ ઉલ્લેખ હતો.શિક્ષકને ધંધામાં રોકાણ કરવું હોવાથી તેમાં આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. સામેવાળી વ્યક્તિએ પોતાનું નામ ચેતન પરમાર જણાવ્યું હતું અને રૂબરૂમાં આવી બિઝનેસ વિશે જાણકારી આપીશ તેમ કહી બીજા દિવસે આરોપી શિક્ષકના ઘરે ગયો હતો.
આરોપીએ તેમને અમે ઝોમેટો અને સ્વીગી જેવી કંપ્નીઓમાં ડિલિવરી મેન એપોઇન્ટ કરીએ છીએ તેના બદલામાં એક વ્યક્તિ દીઠ 2500 થી 5000 સુધી અલગ- અલગ સ્કીમ મુજબ કમિશન મળે છે તે 150 ફૂટ રીંગ રોડ પર ટ્વીન્સ સ્ટાર સાઉથ બ્લોકમાં ઓફિસ ધરાવે છે જેમાં અંદાજિત 20 માણસોનો સ્ટાફ છે અને હવે તે વધુ કામ કરવા માંગે છે બિઝનેસ વધારવા માંગે છે માટે પૈસાનો રોકાણ કરી શકે તેવા ભાગીદારની જરૂરિયાત છે તેમ કહ્યું હતું.
ત્યારબાદ આરોપીની ઓફિસમાં ચારેક વખત તપાસ કરવા ગયા હતા છ માસ સુધી આરોપીના ધંધા બાબતે અભ્યાસ કયર્િ બાદ આરોપીએ પોતાની કંપ્ની ક્રિષ્ના એન્ટરપ્રાઇઝને પ્રાઇવેટ લિમિટેડમાં ફેરવવાની ઈચ્છા ધરાવે છે તેમજ ઈન્દોર અને બરોડામાં ઝોમેટો તરફથી નવી બ્રાન્ચ શરૂ કરવા ઓફર આવે છે તેમ જણાવ્યું હતું. ફેબ્રુઆરી 2024 માં આરોપીએ તેની પેઢીના સ્ટેટમેન્ટ બતાવી ઝોમેટોમાં 1.03 કરોડ અલગ-અલગ દિવસે ડિપોઝિટ ભરેલા છે. 70 લાખના નફા પર જીએસટી ભર્યું છે કંપ્ની લાખો કમાય છે તેવું કહ્યું હતું.
સાથોસાથ આરોપીએ કહ્યું હતું કે, ભાગીદારીમાં જોડાવ 50 લાખનું રોકાણ કરો તો તમને પણ સારો ફાયદો થશે તેમ જણાવતા શિક્ષકે 50 લાખ ભાગીદારી માટે આરોપીની પેઢીમાં ઓનલાઇન ટ્રાન્સફર કયર્િ હતા. આરોપીએ ગત તારીખ 26-3- 2024 ના તેમની પેઢીના 50 ટકા ભાગીદારી ડિડ કરી આપી હતી તે જ દિવસે આરોપીએ ભવિષ્યમાં ભાગીદારી છૂટી કરવાની થાય તો ઝોમેટોમાં જે એક કરોડ ડિપોઝિટ મૂકી છે તે પરત લેવાની જવાબદારી આરોપીની રહેશે તેવું લખાણ કરી દીધું હતું.
બાદમાં એપ્રિલ 2024 માં આરોપી પાસે હિસાબ માંગતા તેણે હજી કોઈ હિસાબ કર્યો નથી થોડા દિવસોમાં તમને આપી દઈશ એવું જણાવ્યું હતું બાદમાં મેં માસમાં હિસાબ માંગતા આરોપીએ હિસાબની જવાબદારી મારી રહેશે નફા નુકસાન સાથે તમારે કાંઈ લાગતું વળગતું નથી તમારે હસ્તક્ષેપ કરવો નહીં નફો કે નુકસાન જે થાય તે હું માર્ચ- એપ્રિલ 2024 માં બે-બે લાખ, જૂનમાં રૂપિયા ત્રણ-ત્રણ લાખ અને જુલાઈમાં દર ત્રણ માસે પાંચ-પાંચ લાખ રૂપિયા ફિક્સ તમને આપી દઈશ જો ભાગીદારી છૂટી કરવાની થાય તો 15 દિવસમાં રોકાણ કરેલા રૂપિયા આપી દઈશ તેવો સમજૂતી કરાર કરી આપ્યો હતો. બે ત્રણ દિવસમાં ફિક્સ નક્કી કરેલી રકમ આપી દેવાનું કહ્યું હતું પરંતુ આ રકમ આપી ન હતી.
બાદમાં આરોપી આપેલા સ્ટેટમેન્ટ અને બેલેન્સશીટ તથા ડિપોઝિટ રીસીપ્ટ સહિતના ડોક્યુમેન્ટની શિક્ષકે ખરાઈ કરતા તે ખોટા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ બાબતે આરોપી સાથે વાત કરતા તેણે આ બધું એડિટ કરીને બનાવ્યું હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં આરોપીએ કહ્યું હતું કે, મને બીજો પાર્ટનર મળી ગયો છે એક કરોડનું રોકાણ કરવાનો છે. હું તમને ભાગીદારીમાંથી છુટા કરી આપીશ તેવું કાચું ડીડ લખાણ તેણે બતાવ્યું હતું પરંતુ આરોપી ઓફિસ બંધ કરી જતો રહેતા ફરિયાદી સાથે 50 લાખની છેતરપિંડી થઈ હોય તેમણે આ અંગે માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આરોપી ગુમ થયાની પત્નીએ નોંધ કરાવી હતી
શિક્ષક સાથે 50 લાખની છેતરપિંડી કરનાર મેટોડામાં રહેતો ચેતન પરમાર રફુચક્કર થઈ ગયો છે. શિક્ષક દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે તે પૂર્વે આરોપીની પત્નીએ પોલીસમાં પોતાનો પતિ ગુમ થયા અંગેની નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech