જર્મનીમાં રહેતા ઓડિશાના વતની મહિલા સાથે ૫૬ લાખની ઠગાઈ, અઢી વર્ષે રાજકોટમાં ફરિયાદ

  • December 27, 2023 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓડિશાના વતની અને વર્ષોથી જર્મની સ્થાયી થયેલી મહિલા સાથે પશ્ર્ચિમ બંગાળમાં રહેતા દંપતીએ શેરબજારમાં રોકાણથી સારો નફો મળશેની લાલચે ૫૫.૯૧ લાખની છેતરપિંડી આચર્યાની ઘટનામાં અઢી વર્ષ બાદ રાજકોટના માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. રાજકોટમાં મહિલાનો ધર્મનો બનાવેલો ભાઈ રહે છે તેને મહિલાએ પાવર ઓફ એટર્ની આપી અને એ આધારે ગુનો નોંધાતા હવે પોલીસે પશ્ર્ચિમ બંગાળ તરફ તપાસના ઘોડા દોડાવ્યા છે.


ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં નાનામવા રોડ પર ત્રિપદા સોસાયટીમાં રહેતા અને નાનામવા રોડ પર વ‚ણ સેલ્સ નામે પાન બીડીનો હોલસેલ વેપાર એજન્સી ધરાવતા રાજેશભાઈ જયંતીભાઈ વીડજા ઉ.વ.૩૫એ પશ્ર્ચિમ બંગાળમાં રહેતા દંપતી સલ્યાસાચી તથા રીટા મંડલ સામે ગુનો નેાંધાવ્યો છે. ફરિયાદમાં મુકાયેલા આરોપો અને માહિતી પ્રમાણે રાજેશ અને ભોગ બનનારા મુળ ઓડિશાના વતની અને જર્મની સ્થાયી થયેલા મોનિકાબહેન બન્ને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. બન્ને વચ્ચે ધર્મના ભાઈ-બહેનના સંબંધ છે. મોનિકાબહેન ભારત આવે ત્યારે રાજેશભાઈને ત્યાં ઉતરતા હતા અને રોકાતા હતા.
જર્મનીના મોનિકાબેનને વોટસએપ મારફતે પશ્ર્ચિમ બંગાળના સાલ્યાસાચી સાથે સંપર્ક થયો હતો. બન્ને વચ્ચે પરિચય કેળવાયો હતો. સલ્યાસાચીએ પોતે એન્જલ બ્રોકિંગમાં શેરબજારનું કામકાજ ધરાવે છે અને સારો એવો નફો પણ થાય છે. વાતોવાતોમાં મહિલાને પણ તમે શેરબજારમાં રોકાણ કરો સા‚ વળતર મળશે કહી વિશ્ર્વાસમાં લીધા હતા. પત્ની રીટા મંડલ સાથે પણ મોનિકાબેનની વાત કરાવી હતી. મોનિકાબેન શેરબજાર રોકાણમાં તૈયારી દર્શાવી હતી. ત્રણ વર્ષ પૂર્વે તા.૩૦-૧૦-૨૦૨૦થી ૧-૮-૨૦૨૧ સુધીમાં કટકે કટકે બેન્ક એકાઉન્ટમાં આરટીજીએસ, આઈએમપીએસ મારફતે ૫૬.૧૧ લાખ ‚પિયા આરોપી સલ્યાસાચીના કહેવા પ્રમાણે ટ્રાન્સફર કર્યા હતા.
આરોપી દંપતી દ્વારા માત્ર એક વખત ૨૦ હજાર ‚પિયા રિટર્ન કરાયા હતા. બાદમાં ન્હોતો નફો આપ્યો કે ન આપી પરત રોકાણની બાકી રહેતી ૫૫.૯૧ લાખની રકમ, મહિલા ઉઘરાણી કરે તો આપી દેશે નફો થશે. નાણા ન આપે તો પોતાની મિલકત મોર્ગેજ કરી દેશે કહીને વાયદા કર્યે રાખ્યા હતા. છેતરાયેલા એનઆરઆઈ જર્મનીના મોનિકાબેને રાજકોટ રહેતા ધર્મના ભાઈ રાજેશને પાવર ઓફ એટર્ની આપી હતી અને એ આધારે માલવિયાનગર પોલીસે દંપતી વિ‚ધ્ધ ગુનો નોંધ્યો છે.

રાજકોટમાં બનાવની કોઈ લીંક નહીં છતાં ગુનો નોંધ્યો, પોલીસનું હકારાત્મક વલણ
જર્મની રહેતા મુળ ઓડિશાના વતની મોનિકાબેન સાથે રાજકોટમાં કોઈ પ્રકારની આર્થિક છેતરપિંડી કરાઈ નથી. ચિટિંગ કરનાર દંપતી છે. તે પશ્ર્ચિમ બંગાળનું અને ત્યાં જ રહે છે. નાણા પણ મહિલાએ તેમના એકાઉન્ટથી પશ્ર્ચિમ બંગાળમાં ઓનલાઈન આરોપીને ટ્રાન્સફર કર્યા. દંપતીએ ૫૫.૯૧ લાખ ‚પિયા હજમ કરી લીધા. રાજકોટમાં લાખોની છેતરપિંડીની ઘટનાનું કોઈ કનેકશન જ નથી. માત્ર છતેરાયેલી મહિલાનો ધર્મનો ભાઈ રાજકોટ રહે છે. મહિલાએ ભાઈને ફરિયાદ બાબતે પાવર્સ (પાવર ઓફ એટર્ની) આપી અને એ આધારે લાખોની ઠગાઈમાં રાજકોટ શહેરની માલવિયાનગર પોલીસે ગુનો નોંધી લીધો. શહેર પોલીસનું આવું હકારાત્મક વલણ સારી બાબત કે સરાહનીય કહીં શકાય. સિક્કાની બીજીબાજુ એ પણ છે કે રાજકોટમાં જ બનતી ઘટનાઓમાં પણ પોલીસે ફરિયાદો નોંધી સ્થાનિક શહેરીજનોને પણ સંતોષ આપવો જેવી કામગીરી કરવી જોઈએ. માલવિયાનગર પોલીસ જેવી હકારાત્મક નીતિ અપનાવવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application