શેરબજારમાં રોકાણ કરવાનું કહી નાણા રોકાવી ૧૮ લાખની ઠગાઈ

  • September 11, 2024 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઘોઘાના લાકડીયા ગામે રહેતા તળાજાની કંપનીના મેનેજરે તેના મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામમા સ્ટોક માર્કેટ લગતી એડ જોઈ વોટ્સએપ ગૃપમાં એડ થયા બાદ સાયબર ગઠીયાએ શેરબજારમાં રોકાણના લાભાલાભની લાલચ આપી વિશ્વાસ કેળવતા મેનેજરે નકલી એપમાં રૂા. ૧૮.૩૦ લાખ ટ્રાન્સફર કરતા ગઠીયાએ નાણા ઓનલાઈન ઉઠાવી લઈ છેતરપીંડી કરતા ગુનો નોંધાવા પામ્યો હતો.
ઘોઘા તાલુકાના લાકડીયા ગામે રહેતા અને તળાજાની ડિલ્હીવરી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા કુલદિપસિંહ સુજાનસિંહ ગોહિલે ભાવનગર રેન્જ સાઈબર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી કે, ગત તા. ૩.૩ના રોજ તેઓના ઈન્સ્ટાગ્રામ ઉપર એક સ્ટોક માર્કેટ રીલેટેડ એડ જોઈ તેમાં ક્લીક કરતા સ્ટોક માર્કેટ નેવીગેશન ૧૮ નામના વોટ્સએપ ગૃપમાં એડ થયા હતા. જેમા સ્ટોક માર્કેટને લગતી ટ્રેડિંગ ટીપ્સ આવતી હોય બાદ ગૃપ એડમીન ગઠીયાએ તેઓને એક લીંક મોકલી ટ્રેડિંગ કરવાથી સ્ટોક ઓછા ભાવે મળે છે. અને સારો નફો થાય છે. તેવી લાલચ દેખાડી વિસ્વાસમાં લેતા તેઓએ વેબસાઈડ ઉપર એકાઉન્ટ બનાવી એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. બાદ તેઓને સ્ટોક ખરીદવા જણાવી બેંક એકાઉન્ટ મોકલ્યુ હતું. જેમાં તેઓએ તેના બેંક એકાઉન્ટ તેમજ તેના મિત્ર પાર્થભાઈ જોષીના બેંક એકાઉન્ટમાંથી કટકે કટકે રૂા. ૧૮.૩૦ લાખ જેવી રકમ ટ્રાન્સફર કરી ઓનલાઈન ટ્રાન્ઝેકશન કર્યુ હતું. બાદ તેઓએ તેની રકમ વિડ્રો કરવા રિકવેસ્ટ કરતા ગઠીયાએ ટેકસ અને બીજા ચાર્જીસના વધુ પૈસા ભરવા પડશે તેમ જણાવી રકમ વિડ્રો થવા ન દઈ તેઓ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. ઉક્ત ફરીયાદ અનુસંધાને સાઈબર ક્રાઈમ પોલીસે અજાણ્યા શખસ સામે આઈપીસી. ૪૦૬, ૪૨૦, આઈટી એક્ટ ૬૬(ડી) મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application