જીટીપીએલ બ્રોડ બેન્ડ કનેકશનના નામે છેતરપિંડી

  • March 29, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જીટીપીએલના નેટના નવા કનેકશન આપવા તથા ચાલુ કનેકશનના રિચાર્જ કરી આપવાના નામે જીટીપીએલના પૂર્વ કર્મચારી મૌલિક જગદીશભાઈ ભગલાણી દ્રારા જીટીપીએલનું જ નકલી એકાઉન્ટ બનાવી ઓનલાઈન નાણા ટ્રાન્સફર કરાવી કૌભાંડ આચર્યાનો પર્દાફાશ થતાં ભકિતનગર પોલીસ મથકે ચાર ગુનાઓ નોંધાયા છે.
ફરિયાદની પ્રાપ્ત  વિગતો મુજબ જંગલેશ્ર્વરમાં રહેતા ફિરોઝખાન લતીફખાન પઠાણના બે પુત્રો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તથા બીસીએમાં અભ્યાસ કરતા હોવાથી બન્નેને નેટ બ્રોન્ડ બેન્ડ કનેકશનની અભ્યાસમાં જરૂર હોવાથી ફિરોઝખાને અગાઉ વિનોદનગરમાં મૌલિક ભગલાણી પાસેથી જીટીપીએલ કનેકશન મેળવ્યું હોવાથી મૌલિકનો સંપર્ક સાધ્યો હતો.

મૌલિકે જીટીપીએલમાં નોકરી છોડી દીધી હોવા છતાં પોતે તેમા જ નોકરી કરે છે તેવી વાત કરી હતી ગત તા.૮ના રોજ સાંજે રૂબરૂ સંપર્ક કર્યેા હતો. મૌલિકે ૬,૩૬૩ રૂપિયા ગુગલ પે કરવા કહ્યું હતું. ફરિયાદીએ જીટીપીએલ કંપનીના એકાઉન્ટ નંબર માગતા મૌલિકને નંબર આપ્યા હતા. જેમાં નંબર આઈએસીસી કોડ આધારે ફિરોઝખાને નાણા ટ્રાન્સફર કરી દીધા હતા.


બે–ત્રણ દિવસમાં કનેકશન આવી જશે તેવી વાત કરી હતી. કનેકશન ન આવતા મૌલિક હજી ચાર–પાંચ દિવસ થશે. કહી જીટીપીએલની નાણા ભરેલી પહોંચ પહોંચાડી હતી. ૫–જીના રાઉટર નથી આવ્યા એટલે થોડીવાર લાગશે કહી ફોન ઉપાડવાનું જ બધં કરી દીધું હતું. ફિરોઝકાને શંકા જતાં નિર્મલા રોડ પર જીટીપીએલની મેઈન ઓફિસમાં તપાસ કરી હતી જયાં મૌલિક નામનો કોઈ કર્મચારી નોકરી ન કરતો હોવાનું જણાવાયું હતું.


નાણા ભર્યાની અપાયેલી રિસિવ બતાવતા કંપની દ્રારા પહોંચમાં રહેલો લોગો જીટીપીએલનો છે પરંતુ વર્ક સાથે મેચ થતાં નથી. રિસિપ્ટ બોગસ હતી. છેતરાયાની જાણ થતાં ૧૯૩૦માં ઓનલાઈન ફરિયાદ કરાઈ હતી.આવી જ રીતે અન્ય બનાવોમાં ઢેબર રોડ પર કારખાનુ ધરાવતા વિપુલ દેવરાજભાઈ રાદડિયા સાથે પણ રિચાર્જના નામે ૬,૯૯૯ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

સીસીટીવી ઈશ્ર્ટરનેટ કનેકશન માટે જીટીપીએલનું બ્રોડ બેન્ડ કનેકશન કારખાના પર અગાઉથી જ લેવાયેલું હતું. જે રિચાર્જ માટે ગત તા.૭ના રોજ મૌલિક ફોન કરીને નેટ કનેકશન રિચાર્જ કરવા કહ્યું હતું. કારખાનેદારને ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહેતા તેણે પત્નીના એકાઉન્ટમાંથી ૬૯૯૯ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. નાણા ટ્રાન્સફર થયા બાદ પણ રિચાર્જ થયુ ન હતું. મૌલિકનો સંપર્ક સાધતા તેણે બહાનેબાજી બાદ ફોન ઉપાહવાનું બધં કરી દીધું હતું.

કંપનીમાં તપાસ કરતા ફ્રોડ થયાનો ખ્યાલ પડયો હતો. આવી જ રીતે બે અન્ય કનેકશનધારકો સાથે પણ મૌલિક દ્રારા નાણા મેળવી છેતરપિંડી કરાયાના ચાર ગુના ભકિતનગર પોલીસ મથકે નોંધાયા છે. આરોપીની તપાસ દરમિયાન વધુ આવા કેટલાંક કિસ્સા બહાર આવવાની સંભાવના છે. પીઆઈ એમ.એમ.સરવૈયા દ્રારા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ છે. આરોપીના બેન્ક એકાઉન્ટ ઓનલાઈન ટ્રાન્સફરના લિસ્ટ મગાવી તેના પરથી કોની કોની સાથે ચિટિંગ કયુ તે વિશેષ વિગતો બહાર આવશેની સંભાવના છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application