સ્ટેમ્પ ડ્યુટી માટેની ફ્રેન્કિંગ પદ્ધતિ આગામી તા.૧૪ સુધી કોઈપણ મર્યાદા વગર ઉપલબ્ધ

  • April 13, 2023 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરેક સબ રજિસ્ટ્રાર કચેરીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, સ્ટેમ્પ વેન્ડર, નોટરી પાસે પણ ઈ-સ્ટેમ્પિંગ કરાવી શકાશે: ફ્રેન્કિંગ પદ્ધતિમાં તા.૧૫થી ડોક્યુમેન્ટ દીઠ રુા.૧૦ હજારની મર્યાદા લાગુ પડશે

ગુજરાત રાજ્યમાં સ્ટેમ્પ ડયુટી ચુકવવાના અલગ-અલગ માધ્યમો અમલમાં છે.જેમાંથી નોન-જયુડીશીયલ ફીજીકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ તા. ૧/૧૨/૨૦૧૯થી રાજ્ય સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ છે. તે સિવાય હાલ ફ્રેન્કીંગ પધ્ધતિ, ઇ-સ્ટેમ્પીંગ પદ્ધતિ તથા ઇ-પેમેન્ટ પદ્ધતિ અમલમાં છે. તાજેતરમાં રાજય સરકાર દ્વારા ફ્રેન્કીંગ પદ્ધતિ તા.૩૧/૩/૨૦૨૫ સુધી ચાલુ રાખવા નિર્ણય કરવામાં આવેલ છે. તેમજ તેમાં તા.૧૫/૪/૨૦૨૩થી એક ડોક્યુમેન્ટમાં રૂ.૧૦,૦૦૦/-ની મર્યાદા નકકી કરવામાં આવેલ છે.
આગામી તા.૧૫/૪/૨૦૨૩થી રાજય સરકાર દ્વારા જંત્રી ભાવમાં વધારાનો અમલ કરવામાં આવનાર છે. જેથી તા.૧૪/૪/૨૦૨૩ સુધી સ્ટેમ્પ ડયુટી ચુકવવા માટે ધસારો રહેવાની શકતયા રહેલ છે. તા.૧૪/૪/૨૦૨૩ સુધી ફ્રેન્કીંગ પદ્ધતિ કોઇ પણ મર્યાદા વગર ઉપલબ્ધ છે.દરેક સબ રજીસ્ટ્રાર કચેરીઓ તેમજ માન્ય સ્ટેમ્પ વેન્ડર, નોટરી, ચાર્ટડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી પાસે ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રો ઉપલબ્ધ છે.
નોંધણીપાત્ર દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડયુટી ચુકવવા માટે ઇ-પેમેન્ટ-ઓનલાઇન ઇ-ચલણ પદ્ધતિ વર્ષ ૨૦૧૯થી ઉપલબ્ધ છે.જે વિવિધ માધ્યમોનો મહત્તમ લાભ લેવા સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણીસર નિરીક્ષક, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application