વેરાવળ તાલુકાના ઉકડીયા ગામના અને હસનાવદર અને ઉકડીયા ગામની સીમ વચ્ચે આવેલ વાડીમા રહેતા પરીવારના અક્ષ ઉમેશકુમાર પીઠીયા ઉમર ચાર વર્ષ અને પાંચ મહિના આ નાના બાળકને તા ૩૧-૧ના સાંજ છ કલાકના અરસામાં ધરની બાજુમાંથી દિપડો આવી અને ઉપાડી ગયો આ બાબતની જાણ તેમના પરિવારને થતાં ખુબજ ગભરાઈ ગયા અને આજુબાજુના વિસ્તારના અને ગામમા જાણ થતાં લોકોનુ ૨૦૦થી ૨૫૦નું ટોળુ ભગુ થઇ ગયેલ અને બાળકને ગાતવા નિકળી પડેલ એકાદ કલાક મહેનત બાદ લોહી લુહાણ હાલતમાં બાળક મળી આવ્યું હતું.
આ બાબતની વધુ માહિતી આપતાં આરએફઓ પંપાણીયાએ જણાવેલ કે આ બાળકને દિપડો ઉઠાવી ગયાની જાણ જંગલ ખાતાને થતાં જંગલ ખાતાનો સ્ટાફ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી ગયા અને ગામ લોકો અને જંગલ ખાતાના સ્ટાફ દ્વારા આ ગંભીર ઈજાગ્રસ્ત બાળકને વેરાવળ સરકારી દવાખાને ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના તબીબે આ બાળકને મૃત જાહેર કરેલ.
આ ધટના બનતા જંગલ ખાતા દ્વારા તાત્કાલિક ધટના સ્થળે રાત્રીના ચાર પાંજરા ગોઠવવામાં આવેલ છે અને વધુ બે પાંજરા મુકવામાં આવશે.
ગીર સોમનાથ જિલ્લ ાના ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી જનાવરોના અવર જવર ખુબજ વધી રહેલ છે અને અત્યારે મોટા ભાગના ખેડૂતો વાડી વિસ્તારમાં રહે છે જેથી જંગલી જનાવરોના ભય હેઠળ જીવે છે અને ખાસ કરીને દિપડાના હુમલાના વારંવાર બનાવો બનતા જાય છે અને આવા નિર્દોષ બાળકો અને લોકો ભોગ બની રહેલ છે જંગલ ખાતા દ્વારા કાર્યવાહી કરી અને દિપડાના ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવે તેવી માગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech