ક્રેસન્ટ સર્કલ નજીકથી વિદેશીદા‚ ભરેલા થેલા લઈ ઉભેલી ચાર મહિલા ઝડપાઈ

  • May 10, 2025 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ક્રેસન્ટ સર્કલ નજીકથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે થેલામાં વિદેશી દારૂની ૪૮૦નાની બોટલ  કિ.રૂ.૧,૦૮,૦૦૦ ના મુદ્દામાલ સાથે ચાર મહીલાઓને ઝડપી લીધી હતી.
 ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, અગાઉ દારૂના કેસમાં પકડાયેલ આડોડીયા મહીલાઓ થેલાઓમાં વિદેશી દારૂનો જથ્થો બહાર થી લાવી ભાવનગર શહેરના ક્રેસન્ટ સર્કલ પાસે, આવેલ વનીતા વિશ્રામ પાછળ, વોકિંગ વે પાસે જાહેર રોડ પર ઉભી છે. જે બાતમી આધારે રેઈડ કરતા અલગ-અલગ ૧૦થેલાઓ માંથી વિદેશી દારૂની નાની ૧૮૦ ખ.કની કંપની બોટલો મળી આવતા મુન્નીબેન દિપકભાઈ ડોસુભાઈ રાઠોડ (ઉ.વ.૪૫ રહે. આડોડીયાવાસ, ભાવનગર),  દિપમાલાબેન વિશાલભાઈ દશરથભાઈ પરમાર (ઉ.વ.૩૨ રહે. આડોડીયાવાસ, ભાવનગર),  કાળીબેન નટવરભાઈ હરજીભાઈ રાઠોડ (ઉ.વ.૫૮ રહે.આડોડીયાવાસ, ભાવનગર)  તેમજ  સોનાબેન  વિનુભાઈ પરમાર (ઉ.વ.૫૫ રહે.આડોડીયાવાસ, ભાવનગર)ને ઝડપી લઈ અલગ-અલગ ૧૦ થેલાઓમાંથી  બેગપાઈપર ડીલક્ષ વ્હીસ્કી ૧૮૦ ખક બોટલ નંગ-૪૮-૪૮ ભરેલ કુલ બોટલ નં.૪૮૦ મળી કુલ રૂ.૧,૦૮,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હ્યો.
આ કામગીરીમાં  પોલીસ ઇન્સ. એ.આર.વાળા ના માર્ગદર્શન હેઠળ બાવકુદાન કુંચાલા, જયદિપસિંહ ગોહીલ, માનદિપસિંહ ગોહીલ, એઝાઝખાન પઠાણ તેમજ વુમન હેડ.કોન્સ  જાગૃતિબેન કુંચાલા સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application