એલસીબીએ રાજકોટના બુટલેગર ધવલ સાવલિયાનો રૂ.14.35 લાખનો દા ઝડપી લીધો હતો: સ્થાનિક પોલીસની ગંભીર બેદરકારી જણાતા પીઆઇને આઇજી ઓશકકુમાર યાદવે અને 3 પોલીસ કર્મીને એસ.પી. હિમકર સિંહે સસ્પેન્ડ કયર્આિજકાલ પ્રતિનિધિ
ભાયાવદરના કેરાળા ગામે મકાનમાં ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી રાજકોટના કુખ્યાત બુટલેગર ધવલ સાવલિયાનો રૂ.14.35 લાખનો દારૂ ઝડપી લીધો હતો. જેમાં સ્થાનિક પોલીસની ગંભીર બેદરકારી સામે આવી હતી. જેથી રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે ભાયાવદર પીઆઇ ડી.બી. મજીઠિયાને જ્યારે રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે ડી સ્ટાફના એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિત ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો હતો. આઇજી અને એસપીની આ કડક કાર્યવાહીથી રાજકોટ જિલ્લા પોલીસ બેડામાં સોંપો પડી ગયો હતો.
શું છે આ દારૂકાંડ
રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.સી. ગોહિલ તથા ટીમે ગત તા.12-2ના ભાયાવદર પાસેના જુના કેરાળા ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો. પોલીસે દરોડા દરમિયાન મકાનમાંથી રૂ.12,12,300ની કિંમતનો 3700 બોટલ દારૂ અને રૂ. 2.23 લાખના 2230 બીયરના ટીન સહિત કુલ રૂ.14,35,300ની કિંમતનો દારૂ-બીયરનો જથ્થો ઝડપી લીધો હતો.
દારૂનો જથ્થો કુખ્યાત બુટગેલગર ધવલ સાવલિયાનો
પોલીસે દરોડા દરમિયાન અહીંથી પીકઅપ વાહન નં.જીજે 12 બીટી 3883 અને બાઇક નં.જીજે 03 એલપી 3962, બે મોબાઇલ ફોન અને રાઉટર સહિત કુલ રૂ.17,87,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં અહીં મકાનમાં દારૂ-બીયરનો જથ્થો ઉતારી તેનું વેચાણ કરનારમાં રાજકોટના કુખ્યાત બુટગેલગર ધવલ સાવલિયા અને હાર્દિક અશોકભાઇ જોગરાજીયાનું નામ ખુલ્યું હતું. પોલીસની તપાસમાં કુખ્યાત બુટલેગર અહીં મકાન ભાડે રાખી છેલ્લા દોઢ માસથી દારૂનો વેપલો કરતો હોવાનું સામે આવ્યું હતું.
આ ચાર પોલીસમેનને સસ્પેન્ડ કર્યા
દરમિયાન દારૂના આ દરોડામાં સ્થાનિક પોલીસની ગંભીર બેદરકારી સામે આવતા પ્રથમ રાજકોટ પોલીસ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહએ આ મામલે કડક કાર્યવાહીના ભાગરૂપે ભાયાવદર પોલીસ મથકના ડી સ્ટાફના એએસઆઇ મેહુલ વજશીભાઇ સુવા, હેડ કોન્સ. લાલજી ધીરૂભાઇ તલસાણીયા અને કોન્સ. મેરૂ રાજાભાઇ મકવાણાને સસ્પેન્ડ કરી દીધા હતાં. બીજી તરફ આ મામલાની રેન્જ આઇજી અશોક કુમાર યાદવે પણ ગંભીર નોંધ લઇ દારૂના આ વેપલાને અટકાવવામાં બેદરકારી દાખવનાર ભાયાવદર પોલીસ મથકના પીઆઇ ડી.બી. મજીઠીયા સામે આકરી કાર્યવાહીના ભાગરૂપે તેને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો છે.એસ.પી અને રેન્જ આઇ.જીની આ કડક કાર્યવાહીથી રાજકોટ જિલ્લા પોલીસ બેડામાં સોપો પડી ગયો હતો.
એલસીબીએ રેડ કરી તે જ દિવસે ધવલનો જસદણ પાસેથી 28 લાખનો દારૂ ઝડપાયો હતો
ભાયાવદરના જૂના કેરાળા ગામેથી ધવલ સાવલિયાએ મકાનમાં છુપાવેલો 14 લાખનો દારૂ ઝડપી પાડપો હતો. આ જ દિવસે જસદણ નજીક બાયપાસ રોડ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટ્રક નં. એચ.પી.65-5933 નંબરના ટ્રકને અટકાવ્યો હતો. આ ટ્રકમાંથી અલગ અલગ બ્રાંડનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રૂ.28 લાખની કિંમતના 13000થી વધુ વિદેશી દારૂની બોટલ અને ટ્રક સહિત રૂ. 53.33 લાખનો મુદામાલ કબજે કરી હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના બાબસર ગામના પ્રવિણ કુમાર દુગર્નિંદ શર્મા અને સુરેન્દ્રનગરના વઢવાણના બફુલ દિનેશ નંદેસાણીયાની ધરપકડ કરી હતી. દારૂ ભરેલો આ ટ્રક ચંદીગઢથી આવ્યો હતો અને આ દારૂનો જથ્થો રાજકોટના નામચીન બુટલેગર ધવલ સાવલિયા અને તેના સાગરીત જયેશ સાવલિયા અને હાર્દિક જોગરાજિયાએ મંગાવ્યો હતો. ધવલ અને તેનો ભાઈ જયેશ બન્ને આ દારૂ ભરેલા ટ્રકનું પાયલોટીંગ કરતા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech