મણાર ખાતે હેત હોટલની પાછળ આવેલા ક્યુ ફીલ મેટલ્સ એન્ડ એલોયઝ નામના પ્લોટમાંથી ભંગારની ચોરી કરવાના બનાવમાં સંડોવાયેલા ચાર ૨ શખ્સને પોલીસે ત્રાપજ પાસેથી ૩ ઝડપી પાડયાં હતા. પોલીસે આરોપીઓ પાસેથી એક કાર તેમજ ભંગાર મળી કુલ રૂા.૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ દરમિયાન ચોરીમાં સંડોવાયેલ વધુ એક આરોપીનું નામ ખુલતા પોલીસે આ ફરાર શખ્સની પણ શોધખોળ હાથ ધરી હતી.
અલંગ પોલીસ મથકમાં પ્લોટમાંથી થયેલા ભંગાર ચોરીની ફરિયાદ એક માસ પૂર્વે દાખલ થઈ હતી અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ત્રાપજ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, કઠવા- સથરા કેનાલના નાળા પાસે કેટલાક શખ્સ ઉભેલા છે અને તેમની હીલચાલ શંકાસ્પદ જણાઇ રહી છે તેમજ તેની પાસે જે ભંગાર છે તે ચોરીનો હોય તેવું જણાઈ રહ્યું છે.
આ બાતમીના આધારે પોલીસે વોંચ ગોઠવી મુકેશ ઉર્ફે અજય વીનુભાઈ સોલંકી, નરેશ ઉર્ફે નરો વલ્લભ સોલંકી, અંકિત અશોકભાઇ ઢાપા અને ચિંતન વીનુભાઈ સોલંકી (તમામ રહે.મથાવડા) ને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા પહેલા તો કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને ત્યાર બાદ તેમણે ક્યુ ફીલ મેટલ્સ એન્ડ એલોયઝમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે આરોપીઓ પાસેથી એક લાખની કિંમતનો ભંગર તેમજ ડ્રીલ મશીન તેમજ રૂા.૪ લાખની કિંમતની કાર કબજે કરી હતી. પૂછપરછ દરમિયાન ચોરીમાં ઘનશ્યામ માસુકભાઈ સોલંકની સંડોવણી સપાટી પર આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL ઓક્શનના બીજા દિવસે બોલરો પર થયો પૈસાનો વરસાદ,ભુવનેશ્વર કુમાર 10.75 કરોડમાં વેચાયો
November 25, 2024 05:49 PMલગ્ન સીઝનમાં સસ્તું સોનું ભાવમાં એક હજારનો કડાકો
November 25, 2024 03:37 PMલાઈટ હાઉસમાં જમાદારના પુત્ર સહિત ત્રિપુટીનો આતંક: સોડા બોટલના ઘા કર્યા
November 25, 2024 03:34 PMગુજરાતના ૧૨ પ્રસિધ્ધ પ્રવાસન સ્થળો પર ૧૫ દિવસમાં ૭૧ લાખ સહેલાણીઓ આવ્યા
November 25, 2024 03:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech