મીઠાપુરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

  • March 18, 2024 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મીઠાપુરમાં આવેલા આરંભડા સીમ ખાતેથી પોલીસે શહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા ખેંગાર હમીર ચાનપા, પરબત કાના લધા, ઘેલા ખીમા ચાનપા અને જીવા મિયાઝર ચાનપા નામના ચાર શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા ૬,૮૯૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
***
જામનગર-કાલાવડમાં બે વર્લીબાઝની અટકાયત
જામનગરના બેડીમાં રહેતા અબ્બાસ હાસમ ગંધા નામના શખ્સને પોસ્ટ ઓફીસ રોડ પર જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૧૧૨૦ અને એક ચિઠ્ઠી સાથે સીટી-એ પોલીસે દબોચી લીધો હતો.
જયારે કાલાવડના મેઇન બજાર ખાતે રહેતા પ્રવિણ ઉર્ફે પવલો મોહન અગ્રાવત નામના ઇસમને જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૩૬૫૦ અને આંકડા લખેલી ચિઠ્ઠી સાથે ટાઉન પોલીસે પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application