જામનગર રોડ પર ટર્ન મારવા બાબતે ચાર શખસોએ ક્ધટેનરમાં કરી તોડફોડ

  • October 31, 2023 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર ચોકડી પાસે ટર્ન મારવા બાબતે સફેદ કલરની કારમાં આવેલા ચાર શખસોએ ક્ધટેનરનો પીછો કરી ક્ધટેનર ચાલકને ગાળો ભાંડી હતી. જેથી ક્ધટેનર ચાલકે પોતાનું વાહન રેઢૂ મૂકી રોડની સાઈડમાં છુપાઈ ગયો હતો. દરમિયાન આ ચારેય શખસે ક્ધટેનરમાં પથ્થર વડે તોડફોડ કરી નુકસાન કર્યું હતું. તેમજ ક્ધટેનરની સાઈડમાં રાખેલ જેક ચોરી કરી ગયા હતા. આ અંગે ક્ધટેનર ચાલકની ફરિયાદ પરથી પોલીસે સફેદ કલરની કારના ચાલક અને અંદર બેઠેલા ત્રણ અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો છે.બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ બિહારના વતની અને હાલ ગાંધીધામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરનાર દુર્ગેશકુમાર સુરેન્દ્ર રાય (ઉ.વ 33) દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં આ ઘટના અંગે સફેદ કલરની કારના ચાલક અને તેમાં સવાર ત્રણ શખસોના આરોપી તરીકે નામ આપ્યા છે.


ક્ધટેનર ચાલકે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તારીખ 30 ના મેટોડા જીઆઇડીસીમાંથી માલ ભરી 09:15 વાગ્યા આસપાસ ક્ધટેનર લઈ મુન્દ્રા પોર્ટ તરફ જવા માટે નીકળ્યો હતો દસેક વાગ્યા આસપાસ 150 ફૂટ રીંગ રોડ પર જામનગર રોડ પાસે ઘંટેશ્વર ચોકડી નજીક તેણે ક્ધટેનરનો વળાંક લેતા જામનગર બાજુથી આવી રહેલી સફેદ કલરની કારના ચાલકને બ્રેક મારવી પડી હતી. બાદમાં ફરિયાદી પોતાનું ક્ધટેનર લઈ આગળ નીકળી ગયો હતો દરમિયાન આ કાર ચાલકે તેમનો પીછો કર્યો હતો અને તેમને ઉભા રહેવાનું કહ્યું હતું પરંતુ ફરિયાદીને સરખું સંભળાયું ન હોય તેણે પોતાનું વાહન ઊભું રાખ્યું ન હતું બાદમાં કાર ચાલકે ક્ધટેનરની બાજુમાં કાર ચલાવી તેની અંદર બેઠેલા ત્રણ શખસોએ ક્ધટેનર ચાલકને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ડરી જઈ ક્ધટેનર ચાલકે જામનગર રોડ પર ચિથરીયા પીરની દરગાહથી થોડેક આગળ પોતાનું ક્ધટેનર સાઈડમાં ઊભું રાખી ડરના લીધે તેમાંથી ઉતરી રોડની સાઈડમાં છુપાઈ ગયો હતો.

દરમિયાન આ ચારેય શખસો અહીં કારમાંથી ઉતરી ક્ધટેનર પાસે આવ્યા હતા ત્યારબાદ યુવાને તેના શેઠ પ્રકાશભાઈને ફોન કરતા શેઠે કહ્યું હતું કે તું ત્યાં જ રહેજે હું પોલીસની ગાડી મોકલું છું બાદમાં રાત્રે 11:00 વાગ્યા આસપાસ પોલીસની પીસીઆર વાન આવતા યુવાન તેમાં બેસી ક્ધટેનર પાસે ગયો હતો. ત્યારબાદ અહીં આવી જોતા આજુબાજુ પથ્થરો પડ્યા હોય અને ક્ધટેનરનો આગળનો કાચ તથા આગળના ભાગે બંને હેડલાઇટ અને અંદરનું મીટર તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું તેમજ ક્ધટેનરની સાઇડમાં રાખેલ રૂ.4,000 ની કિંમતનો જેક પણ ન હોય જેથી તે અંગ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application