દિહોર ગામની સીમમાં જુગાર રમી રહેલા ચાર શખ્સ ઝડપાયા

  • September 03, 2024 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તળાજા તાલુકાના દિહોર ગામની સીમમાંથી તળાજા પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા ૪શખ્સને રૂપિયા ૧૦, ૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
તળાજા પોલીસ મથક  વિસ્તારમાં ઈ. ચા. પો.ઇન્સ. સી.એચ. મકવાણા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પટ્રોલીંગમાં હતો તે દરમ્યાન દીહોર ગામે આવતા બાતમી રાહે દીહોર ગામની સીમમાં મામસી જવાના રસ્તે ગૌચરની ખુલ્લી જગ્યામાં પૈસા-પાના વતી હારજીતનો જુગાર રમી રહેલા અશોક ખીમાભાઇ બાટીયા (ઉ.વ.૩૮ ધંધો મજુરી, રહે.રામાપીરના મંદિર પાછળ, દીહોર ગામ, તા.તળાજા), મુકેશ માધાભાઈ ચૌહાણ (ઉ.વ.૩૬, ધંધો મજુરી, રહે.નવાપરા વિસ્તાર, દીહોર ગામ, તા.તળાજા),નરેશ ભગવાનભાઈ ભરિયા (ઉ.વ.૩૧ ધંધો મજુરી રહે.બી.પી.એલ. વિસ્તાર, દીહોર ગામ, તા.તળાજા) અને હરેશ શિવાભાઈ ચુડાસમા (ઉ.વ.૨૮ ધંધો જુરી, રહે.ભી.પી.એલ. વિસ્તાર, દીહોર ગામ, તા.તળાજા)ને  રોકડ રૂપીયા રૂ.૧૦,૨૦૦ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં  ઈ. ચા. પો.ઇન્સ. સી.એચ.મકવાણા, સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ.એમ.એ.ગોહિલ, પો.કોન્સ.મંગાભાઇ છોટાળા તથા પો.કોન્સ. કરશનભાઇ ચોસલા અને પો.કોન્સ. મથુરભાઈ સોલંકી સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application