વિઠ્ઠલવાડી નજીકથી દારૂની ૬૦૫ બોટલ સાથે બે મહિલા સહિત ચાર ઝડપાયા

  • September 17, 2024 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારના પેટ્રોલ પંપ પાસે ગત મધ્ય રાત્રીના થેલાઓ સાથે શંકાસ્પદ રીતે ઉભેલી બે મહિલા સહીત ચારને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે અટક કરી તેના કબજામાં રહેલા થેલાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની ૬૦૫ બોટલ મળી આવતા બે શખસની ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યારે રાત્રીનો સમય હોવાને લઈ મહિલાઓને અટક ન કરી સવારે પોલીસ મથક હાજર થવા સમજ કરાઈ હતી.
 ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ ગત રાત્રીના સુમારે નિલમબાગ પોલીસ મથક વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતો. તે વેળાએ શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારના ઈન્ડીયન ઓઈલ પેટ્રોલ પંપની સામેના ભાગે ચાર થેલા સાથે શંકાસ્પદ રીતે ઉભેલા બે શખસ અને બે મહિલાઓની અટક કરી તેના કબજા ભોગવટામાં રહેલા થેલાઓમાં છુપાવી રખાયેલી વિદેશી દારૂની એક લીટરની ૧૦ બોટલ તેમજ વિદેશી દારૂની ૧૮૦ એમએલની ૫૯૫ બોટલ મળી આવતા બરામત કરી દારૂ સાથે મળી આવેલા કેતન મોહનભાઈ પરમાર (ઉ.વ. ૪૦, રે. આડોડીયાવાસ), સુશીલ સતીષભાઈ પરમાર (ઉ.વ. ૩૫, રે. દિપક ચોક, આડોડીયાવાસ)ની ધરપકડ કરી લીધી હતી. જ્યારે અન્ય દિપીકાબેન આકાશભાઈ રાઠોડ (ઉ.વ. ૫૦, રે. આડોડીયાવાસ, દિપક ચોક) અને અરૂણાબેન નિર્મળભાઈ રાઠોડ (ઉ.વ. ૪૫, રે. દિપક ચોક, આડોડીયાવાસ)ને મધ્યરાત્રીનો સમય હોય જેને લઈ બન્ને મહિલાને સવારે નિલમબાગ પોલીસ મથકમાં હાજર થવા સમજ કરાઈ હતી. જયારે ઉક્ત બનાવ સંદર્ભે લોકલ ક્રાઈમ બ્રાંચે ઉક્ત ચારેય સામે નિલમબાગ પોલીસ મથકમાં પ્રોહિબીશન એક્ટ તળે ગુનો દાખલ કરાવી આગળની તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application