ગારીયાધારના પાવટી અને દામનગર ભાલવાવ ગામના સાળા–બનેવી પરિવાર સાથે પ્રયાગરાજ મહાકુંભથી પરત કરતા સમયે ઝાંસીથી કાનપુર નેશનલ હાઈ–વે વચ્ચે ચિરગાવ પાસે ટૂંકની પાછળ કાર ઘુસી જતા કાર સવાર પાંચ લોકોમાથી ચારના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા.
ગારીયાધાર પંથકના રૂપાવટી ગામના રહીશ બિપીનભાઈ વલ્લભભાઈ ગોવાણી અને તેમના સાળા જગદીશ ભાઈ વિરાણી પરિવાર સાથે પ્રયાગરાજ મહાકુંભથી તા.૨૭–૨ના પરત ફરતા સમયે રાત્રિના ઝાંસી–કાનપુર નેશનલ હાઇ–વે વચ્ચે ચિરગાવ પાસે પોતાની કાર જીજે. ૧૪. એપી–૯૭૯૬ ને ઓવરટેક કરતા સમયે ટ્રકની પાછળ ઘુસી જતા કારમાં બેઠેલા પાંચ લોકો પૈકી બીપીનભાઈ તેના સાળા જગદીશભાઈ વિરાણી,તેમના પત્ની ભાવનાબેન બીપીનભાઈ ગોયાણી અને કૈલાસબેન જગદીશભાઈ વિરાણીને અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા તમામના ઘટના સ્થળ પર જ મૃત્યુ થવા હતા. યારે તેમની સાથે રહેલી પુત્રી ચિલીને મેડીકલ કોલેજ ખાતે ગંભીર હાલતમાં લઈ જવાઈ હતી જેની સ્થિતિ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
ઘટનાની જાણ થતા ચિરગાવ પોલીસ અને ૧૦૮ ઘટના સ્થળે પહોંચી ગયેલ હતી જયારે ગારીયાધાર અને ભાલવાર ધી મૃતકોના સ્વજનો પણ જવા માટે નીકળી ગયા હતા. પાવટી અને દામનગરના ભાલવાવના બે દંપતીના માર્ગ અકસ્માતમાં કણ મૃત્યુ નિપજતા બન્ને ગામમાં ભારે અરેરાટી વ્યાપી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદર નજીકથી ગેરકાયદેસર ઘુસણખોરી કરતી પાંચ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઇ
March 18, 2025 12:38 PMરાજકોટમાં આર્કિટેકસનો મીનીકુંભ : ગુજરાતમાં પ્રથમવાર રાષ્ટ્રીય એવોર્ડની ઉજવણી
March 18, 2025 12:32 PMયોગી નિકેતન, રાજહંસ, ન્યુ કોલેજવાડી અને ગંગા પાર્કમાં પેવીંગ બ્લોકના કામનું ખાતમુહૂર્ત
March 18, 2025 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech