અડવાણાની હાઇસ્કૂલ પાસે જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા

  • March 25, 2025 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અડવાણાની હાઇસ્કૂલ પાસે જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા છે. તો નશાની હાલતમાં બાઇક ચલાવનારા ત્રણ શખ્શોની  ધરપકડ થઇ છે.
અડવાણામાં જુગાર દરોડો
સોઢાણા ગામે ડાડાના મંદિર પાસે રહેતો મસરી  હરદાસ ઉર્ફે ધુસા કારાવદરા, અડવાણાના દેવીપૂજકવાસમા રહેતો સામજી કારુ રાઠોડ, અડવાણા એસ.બી.આઇ. બેન્ક પાસે રહેતો હરીશ પરબત બોખીરીયા અને અડવાણાના વણકરવાસમાં રહેતો વિપુલ મુ‚ રાઠોડ આ ચાર  ઇસમો અડવાણા ગામની હાઇસ્કૂલ પાસે જાહેરમાં જુગાર રમતા હતા ત્યારે પોલીસે દરોડો પાડીને ૨૫૮૦ની રોકડ સાથે પકડી પાડયા હતા. 
વાહનચાલકો સામે પગલા
નરસંગ ટેકરીના સાંઇબાબા મંદિર પાછળ રહેતા ઉમેશ રાજુ સોઢા, મૂળ મધ્યપ્રદેશ અને હાલ કેરાળા ગામે મે‚ ચના ઉલ્વાની વાડીએ રહેતા જગદીશ મંગુ ભુરીયા તથા ઓખાના આવળપરામાં રહેતા ગોપાલ જગમાલ પરમારને નશાની હાલતમાં બાઇક ચલાવતા પકડી લેવાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application