શહેરના નવા ૧૫૦ ફટ રીંગ રોડ પર ઘંટેશ્વર નજીક વહેલી સવારના નંબર પ્લેટ વગરની સ્કોર્પીયો કારમાં આવેલા ચાર શખસોએ બાઈકચાલક આધેડને રોકી તેની ઝપાઝપી કરી લાફા મારી તેની પાસે રહેલ .૨૦,૦૦૦ રોકડ સાથેનું થેલાની લૂંટ ચલાવી હતી. આ થેલામાં રોકડ રકમ ઉપરાંત પાસપોર્ટ સહિતના જરી ડોકયુમેન્ટ હોય આ અંગે આધેડ દ્રારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. લૂંટની આ ઘટનાને લઇ પોલીસે સીસીટીવી ફટેજના આધારે સ્કોર્પીયોમાં આવેલા ચાર શખસોને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
લૂંટના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ઇસ્કોન મંદિર પાછળ પરિશ્રમ ડાઇનિંગ હોલ સામે શેરીમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરનાર અજયસિંહ સુરેન્દ્રસિંહ ચૌહાણ(ઉ.વ ૪૮) નામના આધેડ કે જેઓ હાલ એડવોકેટ કે.એન.કવૈયાના ડ્રાઇવર તરીકે નોકરી કરતા હોય એડવોકેટને નડિયાદ જવાનું હોવાથી તેઓ આજરોજ વહેલી સવારના જામનગર રોડ પર એસઆરપી કેમ્પ પાસે વર્ધમાનનગર ક્રિસ્ટલ હાઇટસમાં રહેતા એડવોકેટના ઘરે જવા માટે પોતાનું બાઈક લઇ નીકળ્યા હતા. સવા ચારેક વાગ્યે આસપાસ તેઓ ઘરેથી નીકળ્યા હતા અને નવા ૧૫૦ ફટ રીંગ રોડ પર મુંજકા ચોકડીથી આગળ પરશુરામ ચોકડી વચ્ચે પહોંચતા તેઓને એવું લાગ્યું હતું કે એક ગાડી તેમની પાછળ પાછળ આવી રહી છે.
બાઈકના કાચમાં જોતા કાર તેમની પાછળ આવતી હોવાનું માલુમ પડું હતું. બાદમાં રોયલ રીટ્રીટ નામની હોટલથી આગળ તેઓ પહોંચતા ૪:૩૦ વાગ્યા આસપાસના સમયે અચાનક આ કાર આગળ આવી નંબર પ્લેટ વગરની આ સકોર્પિયો કારે વાહન આડુ નાખી બાઇક અટકાવ્યું હતું. બાદમાં તેમાંથી એક શખસ નીચે ઉતાર્યેા હતો અને કહ્યું હતું કે તું આડોડાઇથી બાઈક કેમ ચલાવે છે? બાદમાં અન્ય શખસ પણ આવ્યો હતો ત્યારબાદ આ ચારેય શખસોએ ઝપાઝપી કરી લાફા માર્યા હતાં. અને તેમની પાસે રહેલ થયેલો કે જેમાં રોકડ પિયા ૨૦,૦૦૦ હોય આ થેલાની લૂંટ ચલાવી આ શખસો નાસી ગયા હતા. થેલામાં રોકડ પિયા ૨૦ હજાર ઉપરાંત આધેડનો પાસપોર્ટ પણ હોય અને જરી ડોકયુમેન્ટ હોય આ અંગે તેમણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચાર અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તેમને શોધી કાઢવા સીસીટીવી ફટેજના આધારે તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech