રાજકોટ શહેરમાં થર્ટી ફસ્ર્ટની નાઈટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હશે તેવી સેખીઓ વચ્ચે ગઈકાલે મોડીરાત્રે પોલીસને લપડાક લાગે અને શહેરમાં સલામતી સામે સવાલો ઉભા થાય તેવી એક ઘટના ઘટી હતી. થર્ટી ફસ્ર્ટની લેઈટ નાઈટે હોટલમાંથી ડીનર લઈને કારમાં આવી રહેલા કપલને અન્ય કારમાં રહેલા ચાર શખસોએ પોલીસના નામે આંતરી કાગળો ચેક કરવાનું કહી ધમકાવી ભાવિ પતિની નજર સામે જ તેની વાગ્યદાતાની કારમાં પજવણી કરીને કપલને એક કલાકથી વધુ સમય સુધી બંધક બનાવી ૧૭૦૦ની રોકડની લુંટ ચલાવી હતી. આ ઘટનાના પગલે પોલીસ એકશનમાં આવી હતી અને ફિલ્મોમાં જોવા મળે તેવી આ ઘટનામાં નાક કપાયા પછી તુર્ત જ ચારેય શખસોને સકંજામાં લઈ કાયદાનો પાઠ ભણાવાયો છે.
શહેરીજનોની સુરક્ષા સામે પ્રશ્નાર્થ ઉભો થાય અને પોલીસની પકકડ સરી ગઈ છે કે ધાક નથી રહી તેવી આ અતિ બિહામણી કહી શકાય તેવી ઘટનાની વિગતો મુજબ નાનામવા સર્કલ પાસે રહેતો યુવક તેની ભાવિ પત્નીને લઈને થર્ટી ફસ્ર્ટની સમીસંધ્યા બાદ કારમાં નીકળ્યો હતો. કાલાવડ તરફ એક રેસ્ટોરન્ટમાં બન્નેએ નાસ્તો કર્યેા હતો અને વાતચીતમાં સમય પસાર કર્યેા. ત્યાર બાદ રાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં સુમસામ જેવા ગણાતા અવધ રોડ પર ટીજીબી હોટલમાં ડીનર લેવા ગયા હતા. ડીનર લઈને ભાવિ દંપતિ કારમાં રાત્રીના ૧૨.૩૦ વાગ્યે ઘરે જવા માટે નીકળ્યા હતા. એ દરમિયાન થોડે દૂર જતાં સુમસામ રસ્તા પર અચાનક જીજે૦૩સી ૫૫૩૭ નંબરની એક વર્ના કાર ધસી આવી હતી. ધીમી ગતિએ કાર લઈને જતા કપલની કાર આડે કાર રાખીને આંતર્યા હતા.
કારને થોભાવી પોલીસ હોવાની ઓળખ આપી હતી. યુવક પાસે લાયસન્સ જોવા માગતા તેણે ડ્રાઈવીંગ લાયસન્સ બતાવ્યું હતું. ત્યાર બાદ બન્ને પાસે આધારકાર્ડ માગ્યું હતું. કાર અટકાવીને ત્રણ શખસો યુવકની કારમાં પાછળની સીટ પર બેસી ગયા હતા અને કાર આગળ ચલાવી હતી ત્યાર બાદ કારને રોકાવી યુવકને કારમાંથી ઉતરી જવા ધમકાવ્યો હતો અને કારમાંથી ખેંચીને બહાર કાઢયો હતો અને માર માર્યેા હતો. યુવકની કારમાં અશરફ નામનો શખસ ડ્રાઈવીંગ સીટ પર બેસી ગયો હતો. યુવકની નજર સામે જ કારમાં તેની ભાવિ પત્નીની અંદાજે ૨૦ મીનીટ સુધી પજવણી કરતો રહ્યો હતો. આરોપી યુવતી સાથે દુષ્કર્મ કરવા ઈચ્છતો હતો પરંતુ યુવતીએ પ્રતિકાર કર્યેા હતો.
ચારેય શખસોએ યુવક–યુવતીના આધાર કાર્ડ માગ્યા પરંતુ આધારકાર્ડ ન હોવાથી ફોનમાં વેાટસએપ મારફતે બન્નેના આધારકાર્ડ પરિવારજનો પાસેથી મગાવ્યા હતા. અશરફે યુવતીનો મોેબાઈલ ફોન ચેક કર્યેા અને ફોટા અને વિડીયો જોયા હતા. યુવતી સાથે કોઈપણ કાળે તે હેવાનીયત આચરવા માગતો હતો. એક કલાકથી વધુ કપલને ચારેય શખસોએ પોલીસના નામે ધમકાવી યુવક પાસે રહેલી ૧૭૦૦ની રોકડ લુંટી લીધી હતી. ત્યાર બાદ યુવકને કારમાંથી નીચે ઉતારી બન્ને મોબાઈલ ફોનના ઘા કરીને ચારેય શખસો વર્ના કારમાં નાસી ગયા હતા. આ ઘટનાથી હચમચી ગયેલું ભાવિ દંપતિ પરિવારજનોની શોધ સાથે ઘરે પહોંચ્યું હતું. સમગ્ર આપવિતિ વર્ણવી હતી અને ત્યાર બાદ પરિવારજનો આ ઘટના સામે ફરિયાદ નોંધાવવા માટે યુનિવર્સિટી પોલીસ મથકે પહોંચ્યા હતા. જે તે સમયે પોલીસે રજુઆત અને અરજીના આધારે તપાસ આરંભી હતી. પીઆઈ એચ.એમ.પટેલ તથા ટીમે આ ઘટનામાં અશરફ, વિજય ઉર્ફે કારીયો સહિતના ચાર શખસોને ગઈકાલે જ સકંજામાં લઈ લીધા હતા. ડીસીપી જગદીશ બાંગરવા સહિતના અધિકારીઓએ પણ ચારેય શખસોને બધં બારણે કાયદાનું ભાન કરાવી ભાંભરડા નખાવ્યા હતા.
આરોપીઓએ આધારકાર્ડ મગાવતા જ પરિવારજનોને શંકા ઉપજી
પોલીસના નામે વાહન રોકી લાયસન્સ ચેક કર્યા બાદ ચારેય લુખ્ખાઓએ પોતાનો મનસુબો પાર પાડવા યુવક યુવતી પાસે આધારકાર્ડ જોવા માગ્યા હતા જે સાથે હતા નહીં તેથી ઘરેથી ફોન કરી મંગાવવાનું કહેતા યુવક અને યુવતીએ ઘરે ફોન કર્યા હતા. પોલીસે રોકયા છે અને આધારકાર્ડ જોવા માગે છે તેથી વોટસએપ મારફતે આધારકાર્ડ મોકલો તેવી વાત કરતા બન્નેના પરિવારજનોએ આધારકાર્ડ મોકલ્યા ખરા પરંતુ પોલીસ આધારકાર્ડ જોવા કેમ માગે તેવી શંકા ઉઠી હતી. તુર્ત જ ફરી બન્નેને પરિવારજનોએ કોલ કર્યા હતા પરંતુ કોલ રીસીવ ન થતાં કંઈક અજુગતું બન્યાની શંકા ઉપજી હતી. ચારેય આરોપીઓએ વારંવાર ફોન આવતા હોવાથી એજી ચોક પાસે પહોંચીને કાર રોકાવી દીધી હતી અને ફોન ફેકી દીધા હતા. યુવકે ફોન રીસીવ કરીને તેઓ એજી ચોક પાસે હોવાનું જણાવતા આરોપીઓને પકડાઈ જવાનો ડર લાગ્યો હતો અને ચારેય કારમાં નાસી છૂટયા હતા. જો પોલીસના નામે આરોપીઓએ આધારકાર્ડ મંગાવ્યા ન હોત તો પરિવારજનો પણ યુવક યુવતી વહેલા મોડા ઘરે આવી જશે તેવું માનીને રાહ જોતા રહ્યા હોત અને ન થવાનું કદાચ થઈ જાત.
યુવતી પાસે લુખ્ખાએ બિભત્સ માગણી કરતા યુવક રડવા લાગ્યો અને પગે પણ પડયો
ચારેય લુખ્ખાઓએ પોલીસના નામે અપહરણ કયુ અને ત્યાર બાદ એક શખસે યુવતીને કારમાં બેસાડી રાખી હતી અને યુવતી સમક્ષ શારીરીક છેડછાડ કરી બિભત્સ માગણી કરવા લાગ્યો હતો. યુવક યુવતી આ બિહામણી સ્થિતિથી ડરીને રડવા લાગ્યા હતા. યુવકે જે જોઈતું હોય નાણા, મોબાઈલ લઈ જાવ પરંતુ પોતાની ભાવી પત્નીને છોડી દો તેમ કહીને કરગરીને પગે પણ પડી ગયો હતો. આ નરાધમોએ પોતાનો બદઈરાદો પાર પાડવા યુવકને તેની ભાવી પત્ની સામે માર પણ માર્યેા હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech