બનાવની જાણવા મળતી વિગતો મુજબ, નવાગામ આણંદપરમાં રહેતા અને ડિલક્ષ ફુટવેર નામની દુકાન ધરાવનાર જીગર ઉકાભાઇ વણકરીયા(ઉ.વ ૩૮) નામના યુવાને કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિપુલ તથા તેની સાથેના ત્રણ અજાણ્યા શખસોના નામ આપ્યા છે.યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેનો ભાઇ કૌશિક આઠેક દિવસ પૂર્વે આરોપી વિપુલના ભાઇ વિજયભાઇની પત્નીનને ભગાડી ગયો હતો. તે કયાં છે તેની જાણ યુવાનના પરિવારને નથી. છતા વિપુલ બે ત્રણવાર યુવાનના ઘરે આવી વિજયની પત્નીને સોંપી દેવાનું કહી ધાક ધમકી આપી ગયો હતો. વિપુલ સાથે યુવાનના પરિવારને કૌટુંબિક સંબંધો હોય આ અંગે ફરિયાદ કરી ન હતી.
દરમિયાન ગઇકાલે વિપુલ ફરી ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે, વિજયભાઇની બંને દીકરીઓ આવી હોય અને તેના નિવેદન લેવાના હોય જેથી પોલીસ સ્ટેશન જવાનું છે અમારી સાથે આવો તેમ કહેતા યુવાન પોલીસ સ્ટેશન જવા માટે તેની સાથે જતા ઘરની બહાર નિકળતા જ અહીં ત્રણ અજાણ્યા શખસો બાઇક લઇને આવ્યા હતાં.જેના હાથમાં લોખંડના પાઇપ હતાં જેમાંથી એક વ્યકિત પાસેથી વિપુલે પાઇપ લઇ યુવાન પર હુમલો કરી દીધો હતો.બાદમાં આ ત્રણેય શખસોએ મળી યુવાનને મારમાર્યો હતો.અહીં માણસો એકત્ર થતા આ ચારેય શખસો બે બાઇક પર નાસી ગયા હતાં.ત્યારબાદ યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બાદમાં તેણે આ અંગે વિપુલ અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખસો વિરૂધ્ધ આ ફરિયાદ નોંધાવતા કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech