ગોપનગરમાં મંડળીના મંત્રી પર મંડપ સર્વિસના ધંધાર્થી સહિતના ચારનો છરી–પાઇપ વડે હુમલો

  • November 28, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના ગોપાલનગર વિસ્તારમાં રહેતા અને શરાફી મંડળીમાં મંત્રી યુવાને રાત્રિના ઘર પાસે શેરીમાં બેઠેલા શખસને ટપારતા મંડપ સર્વિસના ધંધાર્થી આ શખસ અને તેના પિતા અને બે અજાણ્યા શખસોએ મળી યુવાન પર હત્પમલો કર્યેા હતો. જેમાં યુવાનને છરી વડે છરકા પણ કર્યા હતા. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ચારેય શખસો સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોપાલનગર–૧૦ વિમલ એપાર્ટમેન્ટ લેટ નંબર ૪૦૨ માં રહેતા બળદેવસિંહ ભયલુભા ચુડાસમા(ઉ.વ ૪૨) દ્રારા ભકિતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે આ જ વિસ્તારમાં રહેતા મંડપ સર્વિસના ધંધાર્થી ચેતન રાઠોડ તેના પિતા અને બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
બળદેવસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કરણસિંહજી હાઈસ્કૂલ પાસે આવેલી રાજ ક્રેડિટ કો–ઓપરેટીવ શરાફી મંડળીમાં મંત્રી તરીકે છેલ્લા ૧૦ વર્ષથી કામ કરે છે. ગઈકાલ રાત્રિના પોણા દસેક વાગ્યે તેઓ અહીં પાનની દુકાનેથી ઘરે જતા હતા ત્યારે તેમની શેરીમાં ત્રણ છોકરાઓ બેઠા હોય જેમાંથી એક ચેતન રાઠોડ હોય તેમને કહ્યું હતું કે, મહિલાઓ અહીંથી નીકળતી હોય તમે તમારી શેરીમાં બેસો. આ સાંભળી ચેતન અહીંથી જતો રહ્યો હતો થોડીવાર બાદ ચેતન તેના પિતા એકટીવા લઈને આવ્યા હતા અને લેટ પાસે ઊભા હતા. બાદમાં બળદેવસિંહ પાસે આવી બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યા હતા. ત્યારબાદ ચેતને એકટિવામાંથી છરી કાઢી ફરિયાદી પર હત્પમલો કરી દીધો હતો તેમજ તેના પિતાએ પાઇપ વડે માર માર્યેા હતો. સાથે આવેલા બે અજાણયા શખસોએ પણ ઢીકાપાટુનો મારમાર્યેા હતો. દેકારો થતા આચાર્ય શખસો અહીંથી નાસી ગયા હતા. ત્યારબાદ બળદેવસિંહને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે બળદેવસિંહની ફરિયાદ પરથી ભકિતનગર પોલીસે ચારેય સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application