રશિયાના રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યેા હતો કે મોસ્કોના ઉપનગરમાં ગયા અઠવાડિયે એક કોન્સર્ટ હોલમાં હત્પમલો કરનારા બંદૂકધારીઓ 'ઈસ્લામિક કટ્ટરપંથી' હતા જેઓ યુક્રેન ભાગી જવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પકડી લેવામાં આવ્યા હતા . આ હત્પમલામાં ૧૩૭ લોકો માર્યા ગયા હતા.
સરકારી અધિકારીઓ સાથેની બેઠકમાં પુતિને કહ્યું કે આ હત્યાઓ ઈસ્લામિક ઉગ્રવાદીઓ દ્રારા કરવામાં આવી છે. પુતિને ગયા સાહના અંતે જણાવ્યું હતું કે ચાર હત્પમલાખોરો યુક્રેન ભાગી જવાનો પ્રયાસ કરતા પકડાયા હતા. રશિયન રાષ્ટ્ર્રપતિએ સોમવારે પોતાની ટિપ્પણીમાં ફરી એકવાર ઈસ્લામિક સ્ટેટનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું.
હત્પમલાની જવાબદારી યુક્રેન પર ઢોળતા વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે આતંકવાદીઓએ તેમનો ગુનો કર્યા પછી યુક્રેન ભાગી જવાનો પ્રયાસ કેમ કર્યેા અને ત્યાં કોણ તેમની રાહ જોઈ રહ્યું હતું તે શોધવું મહત્વપૂર્ણ છે.
આઈએસના સહયોગીએ જવાબદારી સ્વીકાર્યા બાદ અમેરિકાએ આતંકી સંગઠનના દાવાને યોગ્ય ઠેરવ્યો હતો. ફ્રાન્સના રાષ્ટ્ર્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે ફ્રાંસ પાસે ઉપલબ્ધ ગુપ્ત માહિતી અનુસાર, 'આઈએસ યુનિટ' મોસ્કો હત્પમલા માટે જવાબદાર છે. રશિયા આ હત્પમલા માટે આઈએસને જવાબદાર ગણવાનો ઈન્કાર કરી રહ્યું છે.
અગાઉ સોમવારે, ક્રેમલિનના પ્રવકતા દિમિત્રી પેસ્કોવએ કોઈને જવાબદાર ઠેરવવાનો ઇનકાર કર્યેા હતો અને પત્રકારોને રશિયન એજન્સીઓ દ્રારા તપાસના પરિણામોની રાહ જોવા વિનંતી કરી હતી. તેમણે એવા અહેવાલો પર પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યેા હતો કે યુએસએ મોસ્કોમાં સત્તાવાળાઓને ૭ માર્ચે સંભવિત આતંકવાદી હત્પમલા અંગે ચેતવણી આપી હતી. પેસ્કોવે કહ્યું કે આવી ગુ માહિતી ગોપનીય હોય છે. રશિયન કોન્સર્ટ હોલ પર હુમલાના સંબંધમાં ધરપકડ કરાયેલાચાર લોકોને રવિવારે મોસ્કોની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આતંકવાદનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન આરોપીઓએ કોર્ટને ઈજાના નિશાન પણ બતાવ્યા હતા. એક વ્યકિત માંડ ભાનમાં હતી.રશિયાના વડા પ્રધાન મિખાઇલ મિશુસ્ટીને જણાવ્યું હતું કે તપાસ હજુ પણ ચાલુ છે પરંતુ વચન આપ્યું હતું કે ગુનેગારોને સજા કરવામાં આવશે, તેઓ દયાને પાત્ર નથી. હુમલામાં ૧૩૭ લોકો માર્યા ગયા હતા અને ૧૮૦ થી વધુ ઘાયલ થયા હતા. તેમણે જણાવ્યું કે ૯૭ લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે.
માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે, કુલ ૧૧ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને આ હત્પમલા સાથે સીધા જોડાયેલા ચાર આતંકવાદીઓને યુક્રેન જતી વખતે પકડવામાં આવ્યા હતા. મોસ્કો નજીક એક કોન્સર્ટ હોલમાં એક કોન્સર્ટમાં બંદૂકધારીઓએ ગોળીબાર કર્યેા અને શક્રોથી ફાયરિંગ કયુ હતું. જેમાં ઓછામાં ઓછા ૧૩૩ લોકો માર્યા ગયા અને ૧૪૦ થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.
ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)નો દાવો હતો કે આ હત્પમલા પાછળ તેનો હાથ છે. શનિવારે આઈએસ ચેનલ અમાકે ટેલિગ્રામ પર ચાર માસ્ક પહેરેલા લોકોની એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તેણે દાવો કર્યેા હતો કે તેઓ એટલે કે અમારા આ લડવૈયા આ હત્પમલામાં સામેલ હતા. જોકે રશિયાએ આઈએસના આ દાવા પર કોઈ કોમેન્ટસ કરી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech