રાજકોટમાં માદક પદાર્થના વેચાણ અને સેવનને અટકાવવા માટે પોલીસ દ્રારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે રાજકોટ મોરબી હાઇવે પર બેડી ગામ પાસેથી પોલીસે રિક્ષામાં એમ.ડી ડ્રગ્સ સાથે કુખ્યાત ડ્રગ્સ પેડલર સુધા ધામેલીયા તેનો પુત્ર મયુર સહિત ચાર શખસોને ઝડપી લીધા હતાં.પોલીસે .૬૪,૬૦૦ ની કિંમતનું ૬.૪૬ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મોબાઇલ અને રિક્ષા સહિત કુલ .૧.૨૬ લાખનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.આ ડ્રગ્સનો જથ્થો મોરબી તરફ સપ્યાલ કરવા લઇ જતા હોવાની શંકા સેવાઇ રહી છે ત્યારે.નામચીન મહિલા ડ્રગ્સ પેડલર માલ કોની પાસેથી લાવી હતી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ,પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને એડિશન સીપી વિધિ ચૌધરીની સૂચના અને ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા એસીપી ક્રાઇમ બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે માદક પદાર્થના વેચાણ અન સેવનની પ્રવૃત્તિ અટકાવવા માટે એસ.ઓ.જી.ના પીઆઇ જે.એમ.કૈલાની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.બી.માજીરાણા, એએસઆઇ ડી.બી.ખેર તથા ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ. ફિરોજભાઇ રાઠોડને મળેલી બાતમીના આધારે રાજકોટ–મોરબી રોડ પર વોચ ગોઠવી હતી.તેવામાં બેડી ગામ પાસેથી એક રિક્ષા શંકાસ્પદ હાલતમાં પસાર થતા પોલીસે તેને અટકાવી હતી.
બાદમાં રિક્ષામાં સવારને નીચે ઉતારી પુછતાછ કરતા તેમાં કુખ્યાત ડ્રગ્સ પેડલર સુધા સુનીલભાઇ ધામેલીયા(ઉ.વ ૪૦) તેનો પુત્ર મયુર ધામેલીયા(ઉ.વ ૨૨ રહે. રૈયાધાર ૧૨ માળીયા કવાર્ટર,રાજકોટ) અને તેની સાથે રહેલા શખસોના નામ સચીન પ્રવિણભાઇ વોરા(ઉ.વ ૨૩ રહે. રૈયાધાર દશામાના મંદિર પાસે) તથા ધર્મેશ પરેશભાઇ ડાભી(ઉ.વ ૨૪ રહે. રૈયાધાર મફતીયાપરા) હોવાનું માલુમ પડયું હતું.પોલીસે અગં જડતી લેતા તેમની સુધાના પર્સ અને મયુરના ખિસ્સામાંથી મળી .૬૪,૬૦૦ ની કિંમતનું ૬.૪૬ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.જેથી પોલીસે આ માદક પદાર્થ મોબાઇલ અને રિક્ષા સહિત કુલ .૧.૨૬,૨૫૦ નો મુદામાલ કબજે કરી આરોપીઓ સામે કુવાડવા રોડ પોલીસ મથકમાં એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુન દાખલ કરાવ્યો હતો
રૂા.૨૦૦૦માં રીક્ષામાં ફેરો નક્કી થયો હતો
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મયુરે તેની માતા સુધા સાથે મળી માદક પદાર્થની હરફેર શ કરી હતી.સચીન વોરા મયુરનો મિત્ર હોય જેથી મયુરે તેને રિક્ષા ભાડે કરી આપવા માટે કહ્યું જેથી સચિને તેના મિત્ર રિક્ષાચાલક ધર્મેશને વાત કરી હતી.બાદમાં ફેરાના .૨૦૦૦ નક્કી થયા હતાં.જેમાં .૧૫૦૦ ધર્મેશને આપવાના હતા જયારે સચીન .૫૦૦ પોતાની પાસે રાખવાનો હતો.જોકે તે પુર્વે જ પોલીસ આવી જતા તેમનો પ્લાન ચોપાટ થઇ ગયો હતો
સુધા અને તેના પુત્ર બંનેનો ગુનાહિત ભૂતકાળ
સુધા ધામેલીયા સામે આગાઉ આગાઉ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના બે,કુવાડવામાં એક, પ્ર.નગરમાં એક, યુનિ.માં જુગારના બે,દા અને આપઘાતની ફરજ પાડવા તથા પ્ર.નગરમાં રાયોટ સહિત કુલ આઠ ગુના નોંધાઇ ચૂકયા છે.તે એક વખત પાસા હેઠળ જેલની હવા પણ ખાઇ ચૂકી છે.જયારે મયુર સામે યુનિ.પોલીસ મથકમાં એનડીપીએસ,મારમારી,જાહેરનામા ભંગ,આપાઘાતની ફરજ પાડવા,તોડફોડ સહિતના ચાર ગુના નોંધાઇ ચૂકયા છે.જયારે અન્ય આરોપી ધર્મેશ ડાભી સો યુનિ. પોલીસ સ્ટેશનમાં રાયોટ,લોધિકામાં લૂંટ,યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મારામારી અને દા સહિતના ગુના નોંધાઇ ચૂકયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાના પગલે જામનગરમાં આક્રોશ
April 23, 2025 05:51 PMરાજકોટથી કાશ્મીર ગયેલા તમામ પ્રવાસીઓ સલામત, કલેક્ટરે દરેક પ્રવાસીના ઘરે અધિકારીઓને દોડાવ્યા
April 23, 2025 05:20 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech