BREAKING NEWS

૧૪ કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્તો અને લોકાર્પણ થયા

  • November 24, 2025 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના ગ્રામ્ય પંથકમાં ૧૪ કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા.
પોરબંદર જિલ્લામાં વન અને પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના વરદ હસ્તે રૂપિયા ૧૪ કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા.
કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના વરદ હસ્તે વિસાવાડા બ્રીજની પાસે વિસાવાડા મરસીયા સીમ રોડના રૂ. ૨૧૦ લાખના ખર્ચના રીસરફેસીંગ કાર્ય તેમજ મોઢાવાળા ખાતે ‚.૧૧.૧૯ લાખ ખર્ચના સારણ વોકળા કોજવે, શિંગડાના પાટિયા પાસે ‚.૨૦૦ લાખના ખર્ચે શીશલી વડાળા રોડ, ‚.૧૨૦ લાખના ખર્ચે શિંગડા એપ્રોચ રોડ, ‚. ૪૨૨ લાખના ખર્ચના શીશલી ફટાણા રોડ તથા કુણવદર તળાવની બાજુમાં ‚. ૨૪.૨૩ ખર્ચના કુણવદર સોઢાણા રોડ કોજવે નં. ૧ અને ૨ના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું. 
સાથે જ ‚. ૩૩ લાખના ખર્ચે નિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર, ભારવાડાનું લોકાર્પણ, ‚.૫ લાખના એમ.પી. ગ્રાન્ટના કામ તથા ‚.૧૭૦ લાખના ખર્ચના ભારવાડા વિંજરાણા રોડના વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
વધુમાં મંત્રીએ લોકાર્પણ અને ખાતમુહુર્ત પ્રસંગે ગ્રામજનોને આગામી સમયમાં હાથ ધરનાર કામો અંગે માહિતી આપી હતી અને સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમજ ભરવાડા આયુષ્ય મંદિર ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ રવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઇ કારાવદરા, અગ્રણી સામતભાઇ ઓડેદરા, ભુરાભાઈ કેશવાલા, પ્રતાપભાઈ કેશવાલા, વિજયભાઈ મોઢવાડિયા, રાણાભાઈ મોઢવાડિયા, ભરતભાઈ મોઢવાડિયા સહિત સ્થાનિક સરપંચ, ચૂંટાયેલા પદાધિકારીઓ, સંલગ્ન વિભાગીય અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application