ભાવનગરના પૂર્વ મેયર નિમુબેન બાંભણીયાને મળી દિલ્હીની ટિકિટ

  • March 14, 2024 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાજપ દ્વારા લોકસભાની બાકી રહેલી ૧૧ પૈકી ૭બેઠકો માટેના ઉમેદવારોની યાદી જાહેર કરતા ભાવનગર-બોટાદ બેઠક માટે તબીબ ભારતીબેનની ત્રીજી ટર્મ માટે બાદબાકી કરી ભાવનગરના પૂર્વ મેયર નિમુબેન બાંભણીયાને લોકસભાની ટિકિટ આપતા ભાવનગરની બેઠક માટે છેલ્લા કેટલાક સમયથી થતી અટકળો અને તમન ચર્ચાઓનો અંત આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ કોળી સમાજના અને વ્યવસાયે શિક્ષિકા નિમુબેન બાંભણિયાને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા સામે મેદાનમાં ઉતાર્યા છે.



ભાવનગર લોકસભા બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળની ત્રીજી ટર્મ માટેની ટિકિટ કાપી પૂર્વ મેયર નિમુબેન બાંભણિયાને ટીકીટ ફાળવતા ભાવનગરની બેઠક માટે છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલી અટકળો તેમજ તમામ ચર્ચાઓનો અંત આવ્યો છે.

ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા કોળી સમાજના હોય ભારતીય જનતા પાર્ટીએ પણ ભાવનગર લોકસભા બેઠક માટે સાંસદ ડો. ભારતીબેનને રિપીટ નહીં કરી ભાવનગરના પૂર્વ મેયર અને કોળી સમાજના નિમુબેન બાંભણિયાને ટિકિટ ફાળવી છે. ભાવનગર લોકસભા બેઠક માટે ભાજપે સાંસદ ડો.ભારતીબહેન શિયાળના સ્થાને પૂર્વ મેયર નિમુબેન બાંભણીયાને મેદાનમાં ઉતરતા છેલ્લા કેટલાક સમયથી ભાવનગરની બેઠક માટે થતી અટકળો અને તમામ ચર્ચાઓનો અંત આવ્યો છે. વ્યવસાયે શિક્ષિકા એવા નિમુબેનનો સીધો જંગ કોંગ્રેસ અને આપ દ્વારા ભાવનગરની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધારાસભ્ય ઉમેશ મકવાણા સાથે રહેશે. ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા પૂર્વ મેયર ઉપરાંત રાજકોટના પ્રભારી તરીકે પણ સફળ કામગીરી બજાવી ચુક્યા છે.

કોળી સમાજમાં આવતા નિમુબેન બાંભણિયા ૨૦૦૫થી ૨૦૨૦ સુધી સતત ત્રણ ટર્મ ભાવનગર મહાનગરપાલિકામાં કોર્પોરેટર રહી ચૂક્યા છે. અને બે વખત મેયર પણ રહી ચૂક્યા છે. ઉપરાંત શહેર સંગઠનમાં મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખની જવાબદારી નિભાવી ચૂક્યાં છે.

જ્યારે પ્રદેશમાં પણ અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર શહેર મહિલા મોરચા, તથા જૂનાગઢના પ્રભારી તરીકે સેવા આપી ચુક્યા છે. ચૂંટણી દરમ્યાન રાજકોટ, જૂનાગઢ તથા અમરેલીમાં નિરીક્ષક તરીકે સેવા આપી ચુક્યા છે અને અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે.

ભાવનગર લોકસભા બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપના ભારતીબેન શિયાળ સાંસદ તરીકે ચૂંટાઈ આવતા હતા. ભાજપે આ વખતે તેમને ત્રીજી વાર રિપિટ ના કરી તેમના સ્થાને મહિલાને જ મેદાને ઉતાર્યા છે.

૧૯૯૧થી ભાવનગર લોકસભા બેઠક એ ભાજપનો ગઢ ગણવામાં આવી રહ્યો છે.૧૯૯૧થી અહીં સતત ભાજપના ઉમેદવારની જીત થતી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application