રાજ્યમાં ગુનેગારોને ભો ભીતર કરવા પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરી રહી છે. પરંતુ ગુનાખોરી ઘટવાનું નામ લઈ રહી નથી, સામાન્ય બાબતે મારામારી અને છરીથી હુમલાના બનાવો રોજબરોજ પોલીસ ચોપડે નોંધાતા સામાન્ય લોકોને પણ પોલીસનો ભય ન હોવાનું ફલિત થઇ રહ્યું છે. આ વચ્ચે રાજકોટમાં સંતકબીર રોડ પર મોડીરાત્રે યુવકને છરીના ચારથી પાંચ ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી.
સુનિલે પંપ પાસે આવવાનું કહેતા યુવક ત્યાં ગયો હતો
પોસ્ટ ઓફિસની ગાડી ચલાવતો યુવક રાત્રિના નોકરી પુરી કરીને પોસ્ટ ઓફિસે ગાડી જમા કરાવી ચુનારાવાડમાં રહેતા સસરાના ઘરેથી પત્નીને તેડવા જઈ રહ્યો હતો ત્યારે પૂર્વ મિત્ર સુનિલ અઘોલા સાથે કોઈ બાબતે ફોનમાં ઝગડો ચાલતો હતો. દરમિયાન સુનિલે પંપ પાસે આવવાનું કહેતા ત્યાં ગયો હતો. દરમિયાન સુનિલે ઝઘડો કરી છરીના ઘા ઝીકી ઢીમ ઢાળી દીધું હતું. ઘટનાના પગલે પોલીસ દોડી ગઈ હતી અને યુવકના મરણોત્તર નિવેદનના આધારે સુનિલ અઘોલા સામે ગુનો નોંધી સંકજા લીધો છે.
સુનિલ અઘોલાએ ઝઘડો કરી છરીના આડેધડ ઘા ઝીક્યાં
પ્રાપ્ત વિગત મુજબ કોઠારિયા રિંગ રોડ પર ઘનશ્યામનગર ખોડિયાર મંદિર વાળી શેરીમાં રહેતા અને પોસ્ટ ઓફિસની ગાડી ચલાવતા વિમલભાઈ ધનજીભાઈ એંધાણી (ઉં.વ.45) નામના યુવક રાત્રિના બારેક વાગ્યે સંતકબીર રોડ પર આવેલા પેટ્રોલપંપ પાસેના નાલા પાસે હતો ત્યારે પૂર્વ મિત્ર સુનિલ અઘોલાએ ઝઘડો કરી છરીના આડેધડ ઘા ઝીક્યાં હતા. ત્રણથી ચાર ઘા માથાના ભાગે અને એક ઘા પીઠમાં લાગતા યુવક લોહી લુહાણ હાલતમાં ત્યાં જ પડી જતા કોઈએ 108ને ફોન કરતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસએ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
વિમલભાઈ બે ભાઈ અને એક બહેનમાં નાનો હતો
મૃતક વિમલભાઈ બે ભાઈ અને એક બહેનમાં નાનો હતો અને પોતે પોસ્ટ ઓફિસની ગાડીનું ડ્રાઇવિંગ કરતો હતો. ગઈકાલે સવારે ચારેક વાગ્યે ઘરેથી નીકળી પોસ્ટની ગાડી લઇ ભુજ ગયા હતા અને દશેક વાગ્યે પરત આવી ગાડી પોસ્ટ ઑફિસમાં જમા કરાવીને ચુનારાવાડમાં રહેતા સસરા જીવણભાઈ બાવળિયાને ત્યાં માતાજીનો માંડવો હોવાથી પત્ની હીનાબેન ત્યાં રોકાયેલા હતા. આથી વિમલભાઈ બાઈક લઇ તેમને લેવા જતો હતો.
છરીથી જીવલેણ હુમલો કર્યો હતો
રસ્તામાં જ સુનિલે આંતરી બોલાચાલી કરી છરીના ઘા ઝીંકી દીધા હતા. વિમલભાઈમાં ભાભી બીનાબેને ફોન કરતા ફોન 108ના કર્મચારીએ ઉપાડ્યો હતો અને હોસ્પિટલ આવવા માટેનું કહેતા પરિવારજનો સિવિલે પહોંચતા ઘટનાની જાણ થઇ હતી. વિમલભાઈને સુનિલ સાથે કોઈ બાબતે અવારનવાર ઝઘડો થતો હતો. ગઈકાલે પણ સાંજથી સુનિલ ફોનમાં ગાળાગાળી કરતો હોય વિમલભાઈએ પોતે ગાડીમાં હોવાથી રાજકોટ આવીને વાત કરવા કહ્યું હતું. એમ છતાં સુનિલ ફોનમાં ઝઘડો કરતો હોવાથી વિમલભાઈ રાજકોટ આવતા તેને સંતકબીર રોડ પરના નાલા પાસે આવવાનું કહી છરીથી જીવલેણ હુમલો કર્યો હતો.
11 વર્ષના પુત્ર અને 12 વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી
બનાવ અંગે મૃતકના ભાઈની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે સુનિલ અઘોલા સામે ગુનો નોંધી સંકજામાં લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિમલભાઈના મૃત્યુથી 11 વર્ષના પુત્ર અને 12 વર્ષની પુત્રીએ પિતાનું છત્ર ગુમાવી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech