વાંકાનેરમાં સમસ્ત મોમીન સમાજના ધર્મગુરૂ અને પૂર્વ ધારાસભ્ય ખુરશીદ હૈદર એ.પીરઝાદા (મીરસાહેબ)ને તા.૯ને શનિવારે સાંજે તેમના નિવાસ સ્થાને હાર્ટ એટેક આવતા તુરંત તેઓને શહેરની પીર મસાયખ સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ. જયાં સારવાર દરમિયાન મીરસાહેબબાપુએ અંતિમ શ્ર્વાસ લીધા હતા.
આ વાત વાયુવેગે પ્રસરતા વાંકાનેર તથા તાલુકાભરના તેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં તેમના નિવાસ સ્થાને ઘસી આવ્યા હતા. રવિવારે મીરૂમીયા બાવાની દરગાહ ખાતે આખરી દિદાર (દર્ષનાથે) સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વસતા અનુયાયીઓ હજારોની સંખ્યામાં પહોંચ્યા હતા. આખરી સફર માટે મીમીયાબાવાની દરગાહ ખાતેથી ચંદ્રપુર ખાતે આવેલ પીરમોમીન શાહ બાવાની દરગાહ ખાતે લઈ ત્યાં જનાઝાની નમાઝ અદા કરાવવામાં આવી હતી. જે નમાઝ અદા કરાવ્યા બાદ બપોરે એક વાગ્યે પરત મીમીયાબાવાની દરગાહ (લક્ષ્મીપરા) ખાતે પહોંચેલ. જયાં દફનવિધી કરવામાં આવી હતી.
જયારે વાંકાનેરના લોકોના હૈયામાં વસતા અને હજારો અનુયાયીઓના રાહદાર એવા મીરસાહેબબાપુના નિધનથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.
આજે તા.૧૧ને સોમવારે મુસ્લિમ સમુદાય માટે બપોરે ૨-૩૦થી ૪ વાગ્યા દરમિયાન મીમીયા બાવાની દરગાહ ખાતે ઝિયારત રાખવામાં આવેલ છે. તા.૧૨ને મંગળવારના રોજ સર્વે સમાજ માટે સાંજે ૪થી ૬ કલાકે, મીમીયા બાવાની દરગાહના કંમ્પાઉન્ડ ખાતે શ્રઘ્ધાંજલી કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શ્રી દિગ્વિજય સિમેન્ટ કમ્પની લિમીટેડ (કમળ સિમેન્ટ) ના સ્થાપનાના ગૌરવપૂર્ણ 80 વર્ષની ઉજવણી...
November 08, 2024 11:32 AMજામનગરમાં ગરમી યથાવત: તાપમાન 35 ડીગ્રી
November 08, 2024 11:31 AMસેમિકન્ડકટર પોલિસી અમલમાં મુકનાર ગુજરાત પ્રથમ રાજય: કેન્દ્ર સરકારે રૂા.૭૬,૦૦૦ કરોડનું બજેટ ફાળવ્યું
November 08, 2024 11:26 AMજામનગરમાં પરપ્રાંતિય પરિવારો દ્વારા છઠ મૈયા પર્વની ધામધૂમથી ઉજવણી
November 08, 2024 11:24 AMલોરેન્સ બિશ્ર્નોઈ પર ગીત લખનારને એક મહિનામાં મારી નખાશે, સલમાન ખાનને મળી બીજી ધમકી
November 08, 2024 11:01 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech