વૃઘ્ધો અને નેત્રહીનો સાથે દિવાળીની ઉજવણી કરતા પૂર્વમંત્રી

  • November 07, 2024 12:15 PM 

પોતાની પરંપરા મુજબ વૃઘ્ધો સાથે દિવાળીની ઉજવણી કરીને એમના જીવનમાં ઉજાસ લાવવાનો કર્યો પ્રયત્ન


માનવ સેવા એજ પ્રભુ સેવાને જીવનમંત્ર બનાવ્યો છે તેવા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ દિવાળી અને નૂતન વર્ષના તહેવારની ઉજવણી વૃદ્ધો અને નેત્રહીનો સાથે અનોખી ઉજવણી કરીને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂંરૂ પાડેલું હતું.


હિન્દુ સંસ્કૃતિનું સૌથી મોટું દિવાળીનું પર્વ છે તે તહેવારમાં વર્ષોની પરંપરા મુજબ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ દિવાળીનું પર્વ જામ રણજીતસિંહ નિરાધાર આશ્રમમાં રહેતા વૃદ્ધો સાથે અનોખી ઉજવણી કરી હતી. તેઓએ દિવાળીના શુભ સંધ્યાએ વૃદ્ધોને મીઠુ મોઢું કરાવી સાલ ઓઢાડી સન્માનિત કરી અને દિવાળી પર્વની ઉજવણી આતશબાજી સાથે કરી હતી. આ કાર્ય કરનાર હકુભા જાડેજા અને તેના મિત્ર અમિતભાઈ ખાખરીયાને વૃદ્ધોએ આશીવર્દિ આપ્યા હતા ત્યારબાદ તેઓ જામનગરના અંધજન તાલીમ કેન્દ્ર ખાતે રહેતા નેત્રહીન ભાઈઓની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓ દર દિવાળીની માફક આ વર્ષે પણ તેઓએ નેત્રહીન ભાઇઓને સાલ ઓઢાડી સન્માનિત કરી મ્હો મીઠા કરાવ્યા હતા અને તેમની સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી.


માનવ સેવા એજ પ્રભુ સેવા જેનો જીવન મંત્ર છે તેવા હકુભા જાડેજાએ નવા નૂતન વર્ષનો પ્રારંભ એમ.પી. શાહ વૃધ્ધાશ્રમ ખાતે રહેતા વૃદ્ધો ને સવારનો અલ્પાહાર પીરસીને સાલ ઓઢાડી સન્માનિત કયર્િ હતા. તેમની સાથે વિચાર ગોષ્ઠી કરી હતી. વૃદ્ધો એ ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) અને તેના મિત્ર ના પરિવાર જનોને આર્શીવાદ આપ્યા હતા. જે વૃદ્ધો તેમના પરિવાર જનોથી દૂર હોય છે તેમના સંતાન ની માફક તહેવારના પર્વ ઉપર પરિવારજનો સાથે હોય તે રીતે નવા વર્ષની ઉજવણી કરતા વૃદ્ધો ભાવવિભોર બન્યા હતા. આ પ્રસંગે તેમની સાથે અમિતભાઈ ખાખરીયાના પરિવાર જનો પણ જોડાયા હતા. એમ.પી.શાહ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી એવા શરદભાઈ શેઠે પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની આ પ્રવૃત્તિને બિરદાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application