રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ જી. આર. અલોરીયાએ પોંડિચરી ખાતે લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાસનાથન સાથે કરી મુલાકાત

  • August 31, 2024 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ જી. આર. અલોરીયા આઈ.એ.એસ.અને તેમના ધર્મ પત્નીએ પોંડિચરીના નવા નિમાયેલા લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાસનાથનની પોંડીચેરી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.

નવા નિમાયેલા લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાસનાથન કે જેઓ ગુજરાત કેડરના ૧૯૭૯ બેચના આઈ.એ.એસ. હતા અને આ બન્ને અધિકારીઓએ ઘણા વર્ષો સુધી ગુજરાત રાજ્યમાં સાથે કામ કરેલ છે.

અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવ્યા બાદ ગુજરાત સરકારના વિશ્વાસુ એવા જી.આર.અલોરીયાને મુખ્ય સચિવ બનાવાયા હતા. 1981ની બેચના આઈએએસ અધિકારી જી.આર.અલોરિયાની નિમણૂક 2015માં આનંદીબેન પટેલ દ્વારા કરાઇ હતી. જી.આર.અલોરીયા શહેરી વિકાસ ખાતા ઉપરાંત ગૃહ વિભાગનો વધારાનો હવાલો સંભાળતા હતા.  

કે.કૈલાસનાથનને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના લેફ્ટેનન્ટ ગવર્નર બનાવાયા છે. ગુજરાતના વહીવટીતંત્રમાં પીઢ અનુભવી આ બ્યૂરોક્રેટએ ગત મહિને સ્વેચ્છાએ મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવના પદ ઉપરથી 11 વર્ષ બાદ વિદાય લીધી ત્યારે એમનો વધુ મોટા મહત્વના ફલક ઉપર ઉપયોગ થશે એવી થયેલી અટકળો અંતે સાચી ઠરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application