જૂનાગઢ મહાપાલિકા અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ફોર્મ ભરવાનું શરૂ

  • January 27, 2025 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાયની સ્થાનિક સ્વરાયની ચૂંટણી માટેનું આજે જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂકયું છે રાયની જૂનાગઢ મહાનગરપાલિકા ૬૬ નગરપાલિકા કઠલાલ કપડવજં અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તથા બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણીને સ્થાનિક સ્વરાયની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલી ત્રણ બેઠકો નગરપાલિકાની ૨૧ બેઠકો જિલ્લા પંચાયતોની નવ બેઠકોને તાલુકા પંચાયતોની ૯૧ બેઠકો માટેની પેટા ચૂંટણીનો આજે જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂકયું છે.
આજથી ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયાનો પ્રારભં થઈ ચૂકયો છે. પરિણામે આ તમામ વિસ્તારોમાં આદર્શ આચાર સહિતનો અમલ કડક બન્યો છે.
રાય સરકારના વિવિધ જ ખાતાના વડાઓ જુનાગઢ મહાનગરપાલિકા નગરપાલિકા વિસ્તારોમાં પેટા ચૂંટણી દરમિયાન તાકીદના તબીબ કારણો સિવાય પોતાના તાંબાના ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓની રજા મંજૂર કરવી નહીં તેવો આદેશ રાય ચૂંટણી આયોગ દ્રારા કરવામાં આવ્યો છે તે વિસ્તારમાં કર્મચારીની બદલી કે બઢતી આપી શકાશે નહીં સરકારી સેવાઓને જાહેર સાહસોમાં નિમણૂક આપી શકાશે નહીં મતદારોને પ્રભાવિત થાય તેવી કોઈ પણ પ્રકારની જાહેરાત કરી શકાશે નહીં તેમજ વચનો આપી શકાશે નહીં કોઈ પણ પમાં કોઈ પણ જાતની નાણાકીય ગ્રાન્ટ અથવા તો વચનો જાહેર કરી શકાશે નહીં વિવેકાધીન ફંડમાં ચુકવણી મંજૂર કરી શકાશે નહીં.
રાય ચૂંટણી આયોગ દ્રારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ આજથી ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારભં થશે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ પહેલી ફેબ્રુઆરી નિર્ધારિત કરવામાં આવી છે ફોર્મ ચકાસણી ત્રીજી ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ ચોથી ફેબ્રુઆરી નિર્ધારિત કરાય છે યારે મતદાનની તારીખ ૧૬ ફેબ્રુઆરી નક્કી કરાય છે પુન: મતદાન માટે ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૫ છે અને મતગણતરી ૧૮ ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ ૨૧ ફેબ્રુઆરી જાહેર કરાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application