પાસપોર્ટ અરજીમાં બનાવટી સ્કૂલ સર્ટી. રજૂ કરનાર રોણકીની મહિલા સામે ગુનો નોંધાયો

  • August 24, 2024 01:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અહીંના રોણકી ગામે રહેતી મહિલાએ પાસપોર્ટની અરજીમાં યુપીની સ્કૂલનું બનાવટી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કયુ હતું. જે અંગેનો ભાંડાફોડ થયા બાદ આ મામલે મહિલા વિદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, મૂળ અમદાવાદના વતની અને હાલ રાજકોટમાં સહકારનગર મેઇન રોડ પર રહેતા અને પાસપોર્ટ સેવા કેન્દ્રમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા કુમારભાઈ ભરતભાઈ ગોસાઈ (ઉ.વ ૫૧) દ્રારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે સંજના શિવકુમાર યાદવ (રહે. જય જડેશ્વર બંગલો ઇ ૨૭, ૧૫૦ ફટ રીંગ રોડ રોણકી) તપાસમાં ખુલે તે શખસના નામ આપ્યા છે.
ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓની ફરજ પાસપોર્ટ માટે અરજી કરનાર અરજદારના ડોકયુમેન્ટની ખરાઈ કરી મંજૂર કરવાની અને પોલીસ વેરીફિકેશન માટે મોકલવાની છે. બાદમાં અરજદારને અલગ–અલગ કાઉન્ટર ઉપર ટોકન મુજબ પાસપોર્ટ અરજી સાથે રજૂ કરેલા ડોકયુમેન્ટ વેરીફાઈ કરવા માટે ફિંગર પ્રિન્ટ અને ફોટો પડાવવા મોકલવામાં આવે છે.
દરમિયાન ગત તારીખ ૭ ૨ ૨૦૨૩ ના મહિલા આરોપી સંજનાબેન યાદવને એન– ૧૬૫ ટોકન નંબર ફાળવાયો હતો. તેમણે પાસપોર્ટ અરજી સાથે ડોકયુમેન્ટ વેરીફાઈ અને ફિંગર પ્રિન્ટ માટે એ–૨ કાઉન્ટર ફાળવાયું હતું આ કાઉન્ટર પર કેવલ પટેલ ફરજ પર હતા તેમના દ્રારા આરોપીના ડોકયુમેન્ટની ખરાઈ કરી સ્કેન કરી ફોટા ફિંગર ઓનલાઈન સોટવેરમાં લીધા હતા. આરોપીની ફાઈલ જનરેટ થયા બાદ અને ડોકયુમેન્ટ સહિતની કામગીરી પૂરી થયા બાદ બી–૨ કાઉન્ટર જે બી–૧ થી બી–૪ સુધી હોય છે જેમાં અરજદારને પાસપોર્ટ અરજીના ડોકયુમેન્ટ મોકલવામાં આવે છે તે કાઉન્ટર પર સરકારી કર્મચારીઓ ફરજ બજાવે છે ત્યાં મોકલાયા હતા.
અહીં આરોપીના ડોકયુમેન્ટ વેરીફીકેશન ઓફિસર દ્રારા વેરીફાઈ થયા બાદ સી કાઉન્ટર પર ગયા હતા જેના સુપ્રીટેન્ડેન્ટ ઓફિસર દ્રારા આરોપીના ડોકયુમેન્ટ બરોબર જણાઈ ન આવતા પાસપોર્ટ કેન્દ્રના મુખ્ય આસિસ્ટન્ટ પાસપોર્ટ ઓફિસરને મોકલાયા હતા. ત્યાંથી અમદાવાદની ઓફિસે મોકલાયા હતા. યાં અધિકારીઓએ પાસપોર્ટ અરજીના ડોકયુમેન્ટની ખરાઈ કરતા આરોપીનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કે જે સરસ્વતી શિશુ મંદિર સ્કૂલ રામબાગ બસ્તી યુપીની હોય તે ખરાઈ કરવા માટે મોકલતા પ્રિન્સિપાલે આરોપીએ તેની શાળામાં અભ્યાસ કર્યેા નહીં હોવાનું અને કોઈ સર્ટી. આપ્યું નહીં હોવાનું જણાવ્યું હતું.
જેથી આ ડોકયુમેન્ટ બનાવટી હોવાનું માલુમ પડતાં આ બાબતે રાજકોટ પાસપોર્ટ ઓફિસના સુપ્રીટેન્ડે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસની કલમ ૪૬૫,૪૭૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એમ.કે.મોવાલીયા ચલાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application