ભાણવડ ખાતે તાલુકાકક્ષાના વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.સરકારી વિનયન કોલેજ ભાણવડ મુકામે સામાજિક વનીકરણ રેન્જ ભાણવડ દ્વારા ૭૫મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ વન અને પર્યાવરણ, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને કલાઇમેટચેન્જના મંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં ભાણવડના મામલતદાર એ.પી.ચાવડા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઇ કનારા, જીલ્લા પંચાયત જામનગરના પૂર્વ પ્રમુખ પાલાભાઇ કુરમુર, ભાણવડના તાલુકા વિકાસ અધિકારી એન.એલ.બેૈડીયાવદરા, ભાણવડના પી.એસ.આઇ. કે.કે.મા, શહેર ભાજપપ્રમુખ ચેતનભાઇ રાઠોડ, તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન હમીરભાઇ કનારા, જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકાના સદસ્ય રામશીભાઇ મારુ, તાલુકા ભાજપ મહામંત્રી અલ્પેશભાઇ પાથર, શહેર ભાજપ મહામંત્રી અજયભાઇ કારાવદરા, ભાણવડમાં સાંસદ પુનમબેન માડમના કાર્યાલયના પ્રતિનિધિ કિરણભાઇ કછોટ, ભાણવડની વિનયન કોલેજના પ્રિન્સીપાલ એસ.આર. રાઠોડ તથા વન્ય અધિકારીઓ, કર્મચારીઓ તેમજ આમંત્રિત મહાનુભાવોની પસ્થિતિમાં વૃક્ષારોપણ તેમજ વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરેલ અને ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત એકી સાથે ૨૫૦ લોકો દ્વારા રોપાઓનું વાવેતર કરેલ તેમજ વન અને પર્યાવરણ, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ તેમજ કાલઇમેટ ચેન્જના મંત્રી મુળુભાઇ બેરા દ્વારા હાજર રહેલ અધિકારીઓ તથા પદાધિકારીઓ, આગેવાનો તેમજ હાજર રહેલ તમામ લોકોને જ્યાં પણ ઉપલબ્ધ જગ્યા હોય ત્યાં વનીકરણ કરવામાં આવે અને ભાણવડ તાલુકાને હરીયાળો બનાવવામાં આવે તેવી અપીલ કરેલ અને સામાજિક વનીકરણ રેન્જ ભાણવડ દ્વારા ડીજીટલ જનસંપર્ક ફોર્મને લોન્ચ કરી વનીકરણમાં લોકભાગીદારી માટે અપીલ કરવામાં આવેલ તેમજ ઔષધિય, ફળાઉ તથા અન્ય રોપાઓના વિતરણનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ રેન્જ ભાણવડના કથન એચ.પટેલ, આર.એફ. ઓ., ફોરેસ્ટર અરવિંદ એચ પીપરોતર, વનરક્ષક સીદાભાઇ આર. વકાતર, વનરક્ષક સોનલબેન આર.આંબલીયા, ફોરેસ્ટર ખીમભાઇ એલ.ચાવડા, વનરક્ષક રામદેભાઇ આર. કોટા, રાજેન્દ્રસિંહ જે. ઝાલા, સુખદેવસિંહ ડી. જાડેજા, ઇબ્રાહિમ ભાઇ કે.હિંગોરા, હાજીભાઇ જે. આરંભડા, વગેરેએ હાજરી આપી અને કાર્યક્રમને સફળ બનાવેલ. આ કાર્યક્રમ દેવભૂમિ દ્વારકા ખંભાળીયાના આઇ.એફ.એસ. નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગના અણકાુર વી.ના સીધા માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામાજિક વનીકરણ રેન્જ ભાણવડના કથન એચ. પટેલ દ્વારા યોજવામાં આવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતેલંગાણા સરકારે અદાણી ગ્રૂપના ડોનેશનનો કર્યો ઈનકાર, CM રેવંતે કહ્યું- નથી પડવા માગતા વિવાદમાં
November 25, 2024 08:11 PMજામા મસ્જિદ સદર ઝફર અલી સહિત 20 થી વધુની અટકાયત, સપા MP વિરુદ્ધ FIR, સંભલમાં એલર્ટ
November 25, 2024 08:09 PMજેતલસરના બાળકને મળ્યું નવું જીવન, સફળ સારવારથી દૂર થઈ ગઈ જન્મજાત ખામી
November 25, 2024 08:05 PMરાજકોટઃ 181 અભયમ ટીમે ભૂલી પડેલી બાળકીને પહોંચાડી ઘરે
November 25, 2024 08:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech