પોરબંદરના બરડા અભ્યારણ્યમાં અનેક જંગલી પ્રાણીઓ વસવાટ કરે છે અને આ જંગલની નજીકમાં જ અમુક વાડીમાલિકો તેમના ખેતરની ફરતે ગેરકાયદેસર રીતે વીજવાયર બાંધી વીજવાયર પસાર કરે છે અને વીજશોકને લીધે કોઇ જંગલી પ્રાણીનું મોત પણ નિપજી શકે છે તેથી વનવિભાગે આવા બે ઇસમો સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુન્હા નોંધીને કાર્યવાહી કરી છે. પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજ તથા એમ.બી. મણીયાર રે.ફો.ઓ. ના સીધા માર્ગદર્શન હેઠળ વહેલી સવારના વન વિભાગના સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન બરડા અભ્યારણ્યના રાણાવાવ રાઉન્ડની સાતસેરડા બીટના ખંભાળા ગામના વાડી વિસ્તાર તથા બીલેશ્ર્વર રાઉન્ડની આશીયાપાટ બીટના બીલેશ્ર્વર ગામના વાડી વિસ્તારમાંના બે સ્થળોએ માલીકીના ખેતરમાં ખુલ્લો લોખંડનો વાયર બાંધી તેમાં વીજ પ્રવાહ પસાર કરી ગેરકાયદેસર ઇલેકટ્રીક શોક મુકવા બાબતેનો ગુન્હો શોધી કાઢવામાં આવેલ હતો અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની કલમની જોગવાઇ મુજબ ગુન્હો નોંધી અને સદરહુ ગુન્હા અન્વયે આ ગુનો કરનાર રણજીત સુકા ઓડેદરા રહે. ખંભાળા તથા જીજ્ઞેશ હીરાભાઇ મોરી, રે. બીલેશ્ર્વર પાસેથી કુલ મળીને રકમ ા.૪૦,૦૦૦ પેટે દંડ વસુલવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈરાન અને US વચ્ચે પરમાણુ કાર્યક્રમ પર રોમમાં પાંચમા રાઉન્ડની વાતચીત
May 23, 2025 09:30 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech