BREAKING NEWS

વિદેશી વ્હિસ્કીનો ચસ્કો ઘટો સતત બીજા વર્ષે વેચાણ સુસ્ત

  • June 19, 2026 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારી બાદ ભારતમાં પ્રીમિયમ અને વિદેશી વ્હિસ્કી ગટગટાવવાનો જે ટ્રેન્ડ શ થયો હતો, તે હવે ધીમો પડતો દેખાઈ રહ્યો છે. ભારતીયોમાં ઈમ્પોર્ટેડ વ્હિસ્કીનો રોબ હવે ઓછો થઈ રહ્યો હોય તેમ સતત બીજા વર્ષે તેના વેચાણની રફતાર સુસ્ત પડી છે.
આલ્કોહોલ માર્કેટ રિસર્ચરના તાજેતરમાં જાહેર થયેલા આંકડા અનુસાર, વર્ષ ૨૦૨૫માં સ્કોચ, આઇરિશ, જાપાનીઝ અને અમેરિકન વ્હિસ્કીની ડિમાન્ડમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
નિષ્ણાતોના મતે, મોંઘવારી અને ગજવા પરના દબાણને કારણે હવે ભારતીય મિડલ કલાસ બિનજરી ખર્ચ કરતા પહેલા થોડો સાવધ થયો છે, જેના કારણે આ ટ્રેન્ડ બદલાયો છે.જો કે ભલે અત્યારે વેચાણની ઝડપ ધીમી પડી હોય, પરંતુ ભારત અને બ્રિટન વચ્ચે થનારી ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ડીલ બાદ ભારતમાં સ્કોચ વ્હિસ્કી સસ્તી થવાની સંભાવના છે, જેનાથી બજાર ફરી વેગ પકડી શકે છે. વિદેશી બ્રાન્ડસના વેચાણના આંકડા પર નજર કરીએ તો ગ્રોથ રેટ ગગડો હોવાનું સ્પષ્ટ્ર દેખાય છે:
આઇરિશ વ્હિસ્કી (સૌથી મોટો ઝટકો): વર્ષ ૨૦૨૪માં આ કેટેગરીમાં ૫૮% નો તોતિંગ ઉછાળો હતો, જે ૨૦૨૫માં ઘટીને માત્ર ૨૧% એ આવી ગયો છે.
જાપાનીઝ વ્હિસ્કી: જાપાનીઝ બ્રાન્ડસનો ગ્રોથ ૨૦૨૪માં ૧૭% હતો, જે ૨૦૨૫માં ઘટીને ૭% થઈ ગયો છે.
સ્કોચ વ્હિસ્કી: સૌથી મોટા સેગમેન્ટ ગણાતા સ્કોચનો ગ્રોથ પણ ૬% થી ઘટીને ૫% પર આવી ગયો છે.અમેરિકન વ્હિસ્કી: આ કેટેગરીનું પ્રદર્શન સૌથી નબળું રહ્યું છે, ૨૦૨૪માં ઘટાડા બાદ ૨૦૨૫માં તેમાં માત્ર ૧% નો મામૂલી વધારો થયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News