BREAKING NEWS

વિદેશ પ્રવાસ 1 લાખ રૂપિયા સુધી મોંઘો થયો; ડોલર સામે રૂપિયો નબળો પડતા ટ્રિપના બજેટમાં 20% નો તોતિંગ વધારો

  • April 06, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાળાની રજાઓ નજીક છે ત્યારે ભારતીય પ્રવાસીઓ માટે માઠા સમાચાર છે. અમેરિકી ડોલર સામે રૂપિયો સતત તૂટીને 94 થી 95 ના સ્તરે પહોંચી જતા વિદેશી ટ્રિપના પેકેજમાં 12 થી 20 ટકાનો ઉછાળો આવ્યો છે. મધ્ય પૂર્વમાં વધતો તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો રૂપિયા પર દબાણ લાવી રહ્યા છે, જેની સીધી અસર મધ્યમ વર્ગના પ્રવાસના સપના પર પડી રહી છે.


તમારા ખિસ્સા પર કેવી રીતે પડી રહી છે અસર?
રૂપિયાની નબળાઈને કારણે હોટેલ બુકિંગ, ફ્લાઈટ ટિકિટ અને સ્થાનિક ખર્ચમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે:


બજેટમાં વધારો: જો તમારું ફેમિલી ટ્રિપનું બજેટ 6 લાખ રૂપિયા હતું, તો હવે તમારે તે જ સુવિધાઓ માટે 7 લાખ રૂપિયા ખર્ચવા પડશે. એટલે કે કોઈ પણ વધારાની સુવિધા વગર તમારે 1 લાખ રૂપિયા વધુ ચૂકવવા પડશે.


ટિકિટ અને હોટેલ: ફ્લાઈટ ટિકિટમાં 7 થી 15 ટકા અને હોટેલ સ્ટે તેમજ સ્થાનિક ખાણીપીણીના ખર્ચમાં 15 થી 20 ટકાનો વધારો નોંધાયો છે.


ઉદાહરણ: જે ટ્રિપ માટે પહેલા 3,000 ડોલર એટલે કે 2.46 લાખ રૂપિયા ચૂકવવા પડતા હતા, તે હવે વધીને 2.85 લાખ રૂપિયા થઈ ગયા છે.


કયા દેશોમાં જવું સૌથી વધુ મોંઘું?
બધા દેશોમાં મોંઘવારી એકસરખી નથી. જે દેશોનું ચલણ સીધું ડોલર કે યુરો સાથે જોડાયેલું છે ત્યાં સૌથી વધુ ફટકો પડશે:


સૌથી મોંઘા દેશો: અમેરિકા, બ્રિટન, યુરોપ અને યુએઈ (UAE) ના પ્રવાસમાં 15 થી 20 ટકાનો વધારો થયો છે.


બજેટ ફ્રેન્ડલી વિકલ્પો: જો તમે બજેટ સાચવવા માંગતા હોવ તો થાઈલેન્ડ, વિયેતનામ અથવા ઈન્ડોનેશિયા જેવા એશિયાઈ દેશો પસંદ કરી શકાય છે, જ્યાં ખર્ચમાં માત્ર 9 થી 12 ટકાનો જ વધારો થયો છે.


છુપાયેલા ખર્ચનું જોખમ
માત્ર ટિકિટ જ નહીં, પણ વિઝા ફી, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અને વિદેશમાં ક્રેડિટ કાર્ડ વાપરવા પર લાગતા ટેક્સ (TCS) અને ફોરેક્સ માર્કઅપમાં પણ વધારો થયો છે. આ સ્થિતિમાં લોકો હવે લાંબી રજાઓને બદલે ટૂંકા પ્રવાસ પસંદ કરી રહ્યા છે અને મોંઘી શોપિંગમાં કાપ મૂકી રહ્યા છે.


સ્માર્ટ પ્લાનિંગ દ્વારા બચત કરવાની ટિપ્સ
રૂપિયાના ઘટાડા વચ્ચે પણ જો તમે પ્રવાસ માણવા માંગતા હોવ તો આ બાબતો ધ્યાનમાં રાખો:


એડવાન્સ બુકિંગ: છેલ્લી ઘડીએ બુકિંગ કરવાના બદલે ફ્લાઈટ અને હોટેલ વહેલા બુક કરો.


ફોરેક્સ કાર્ડનો ઉપયોગ: વિદેશમાં ખર્ચ કરવા માટે ક્રેડિટ કાર્ડને બદલે 'પ્રીપેડ ફોરેક્સ કાર્ડ' વાપરો, જે તમને વિનિમય દરના વધારાથી બચાવશે.


ટપ્પે-ટપ્પે કરન્સી ખરીદો: બધી વિદેશી કરન્સી એકસાથે ખરીદવાને બદલે અલગ-અલગ સમયે ખરીદો જેથી સરેરાશ ભાવનો લાભ મળે.


ઓલ-ઇન્ક્લુઝિવ પેકેજ: જે પેકેજમાં ખાવા-પીવા અને ફરવાનો ખર્ચ સામેલ હોય તેવા પેકેજ પસંદ કરો જેથી વિદેશમાં અચાનક થતા ખર્ચથી બચી શકાય.

​​​​​​​જો તમે તમારા પરિવાર સાથે વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો પહેલા તમારા બજેટની તપાસ કરો. ડોલર સામે રૂપિયાના નબળા પડવાથી આંતરરાષ્ટ્રીય મુસાફરી 20 ટકા સુધી મોંઘી થઈ ગઈ છે. અમેરિકા અને યુરોપ જેવા સ્થળો માટે, તમારે ₹1 લાખ સુધી વધારાના પૈસા ચૂકવવા પડી શકે છે. પરિણામે સ્માર્ટ પ્લાનિંગ એકદમ જરૂરી બની ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News