હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે હળવદ પોલીસને વિદેશી દાના જથ્થા અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે સફળ કાર્યવાહી હાથ ધરી હતી. હળવદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે જુના દેવળીયા ગામે ચરાડવા રોડ પર આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડો હતો. દરોડા દરમિયાન આરોપી વિઠ્ઠલ રમણભાઈ રાઠવાના કબ્જાવાળા મકાનમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દાની નાની–મોટી કુલ ૯૮૫ બોટલ મળી આવી હતી. જ કરાયેલા દાની કુલ કિંમત . ૨,૧૯,૧૫૦ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે સ્થળ પરથી વિઠ્ઠલ રમણભાઈ રાઠવાની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન ઇમરાન કરીમભાઈ સંધવાણી (રહે. જુના દેવળીયા, તા. હળવદ)નું નામ પણ ખુલતાં તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. ફરાર આરોપીની અટકાયત માટે પોલીસે શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર મામલે બંને આરોપીઓ સામે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હળવદ પોલીસની આ કાર્યવાહીથી દાના ગેરકાયદે વેપારમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે