રાજકોટના અમરગઢ ભીચરી ગામ નજીક કુવાડવા ડી સ્ટાફ ને મળેલ બાતમીના આધારે બ્રેઝા કારમાં બ્રેક લાઈટમાં બનાવેલા ચોરખાનામાં છુપાવેલ ૪.૩૦ લાખના વિદેશી દારૂ સાથે કાર ચાલકને ઝડપી જરૂરી કાર્યવાહી હાથધરી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના કુવાડવા પોલીસ મથકના પીઆઇ રજીયાની સૂચનાથી ડી સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યો હતો તે દરમિયાન ભાવેશ મકવાણાને મળેલી બાતમીના આધારે અમરગઢ-ભીચરી ગામે પોલીસે ગઇકાલે રાત્રે વોચ ગોઠવી બ્રેઝા કારને અટકાવી તલાશી લેતા કારની બ્રેક લાઈટમાં બનાવેલા ચોરખાનામાં છુપાવેલ વિદેશી દારૂના ચપલાનંગ ૨૩૨ મળી આવ્યા હતાં.
પોલીસે કાર ચાલકની પૂછપરછ હાથ ધરતા પોતાનું નામ કેતનગીરી કાશીગીરી ગૌસ્વામી રહે જામનગર રોડ પરના શેઠનગરહાલ ધારી તાલુકાના ખોખરા મહાદેવ ગામે રહે છે અને દારૂનો આ જથ્થો ગોવાથી લઈ આવ્યાની કબુલાત આપી હતી .
બીજા દરોડામાં એલસીબી ઝોન 2 પીએસઆઇ આરએચ ઝાલા અને ટીમ ને મળેલ હકીકતના આધારે રૈયારોડ રૈયાધાર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીમાં દડો પાડી બારસો લીટર આથો કબજે કરી નાશ કર્યો હતો તેમજ 150 લીટર દેશી દારૂ ના જથ્થા સાથે આરોપી મનીષ દિનેશભાઈ સોલંકી ઉંમર વર્ષ 28 રહે મારવાડી વાસ શેરી નંબર 5 રૈયાધાર વાળાને ઝડપી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની કામગીરીમાં પીએસઆઇ આર.એસ ઝાલા એ.એસ.આઇ હરપાલસિંહ જાડેજા ધર્મેન્દ્રભાઈ વાઘિયા પ્રકાશભાઈ સોલંકી શિવભદ્રસિંહ ગોહિલ સહિતની ટીમ જોડાઈ હતી.
મેઘમાયાનગરનો શખ્સ ૯ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપાયો
રાજકોટના નાનામવા રોડ રાજનગર નજીક શૈલેષ કિશોરભાઈ રાઠોડ ઉમરવડ 30 રહે મેઘમાયા નગર શેરી નંબર 4 વાળાને ૯ બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 2700 નામુદામાલ સાથે એલસીબી ઝોન ટુ ટીમના હેમેન્દ્રભાઈ વાઘિયા અને ટીમે ઝડપી જરૂરી કાર્યવાહી હાથધરી હતી.