વિદેશી રોકાણકારોએ ભારતમાં પાંચ દિવસમાં ૨૧,૬૪૧ કરોડનું રોકાણ કર્યું

  • December 18, 2023 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 સ્થાનિક શેરબજારમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી. બીએસઈ સેન્સેકસ ૧,૬૦૦ પોઈન્ટથી વધુના ઉછાળા સાથે ૭૧,૦૦૦ પોઈન્ટને પાર કરી ગયો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પાંચ દિવસમાં ભારતીય બજારમાં . ૨૧,૬૪૧ કરોડ અથવા ૨.૬ બિલિયન ડોલરની ખરીદી કરી છે. ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ દલાલ સ્ટ્રીટમાં લગભગ ચાર અબજ ડોલરનું રોકાણ કયુ છે. અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે આવતા વર્ષે વ્યાજદરમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે. આ કારણે ગયા સાહે ભારતીય બજારોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન, બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ . ૮.૫૫ લાખ કરોડ વધીને . ૩૫૭.૭૮ લાખ કરોડ થયું છે.


મોટાભાગના નિષ્ણાતો કહે છે કે સ્થાનિક અને વૈશ્વિક પરિબળોને કારણે ભારતમાં મૂડીનો પ્રવાહ નજીકના ભવિષ્યમાં ચાલુ રહેવાની ધારણા છે. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે એફપીઆઈ માટે ભારત ટોચનું રોકાણ સ્થળ છે એમ્કે ગ્લોબલ ફાઇનાન્શિયલના કૃષ્ણ કુમાર કડવાએ જણાવ્યું હતું કે જેમ જેમ વિશ્વમાં વ્યાજ દરો ઘટવાનું શ થશે તેમ તેમ અમેરિકાથી અન્ય દેશોમાં પ્રવાહ શ થશે અને ભારતને તેનો સૌથી વધુ ફાયદો થશે.


નિષ્ણાતો કહે છે કે સ્થાનિક મોરચે કોઈ મોટી ઘટનાક્રમની ગેરહાજરીમાં, આગામી સાહે શેરબજારોની દિશા વૈશ્વિક વલણો અને એફપીઆઈ પ્રવૃત્તિઓ દ્રારા નક્કી કરવામાં આવશે. ઐંચા વેલ્યુએશનને કારણે નજીકના ગાળામાં બજારમાં થોડો ઘટાડો થઈ શકે છે.મહેતા ઇકિવટીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રશાંત તાપસેએ જણાવ્યું હતું કે ટેકનિકલી ઓવરબોટની સ્થિતિને કારણે બજાર નજીકના ગાળામાં નીચા જઈ શકે છે. જોકે, તેમણે જણાવ્યું હતું કે બજાર માટે નજીકના ગાળાનો આઉટલૂક તેજીની તરફેણમાં છે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર કવાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર ૭.૬ ટકા, મેન્યુફેકચરિંગ પીએમઆઈ વધીને ૫૬, બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ ઘટીને બેરલ દીઠ  ૭૬ અને એફપીઆઈ ખરીદી જેવા પોઝોટીવ સમાચારોને કારણે બજારો રેકોર્ડ ઐંચાઈએ પહોંચ્યા છે.

ગયા સાહે બીએસઈ સેન્સેકસ ૧,૬૫૮.૧૫ પોઈન્ટ અથવા ૨.૩૭ ટકા વધ્યો હતો. જયારે નેશનલ સ્ટોક એકસચેન્જનો નિટી ૪૮૭.૨૫ પોઇન્ટ અથવા ૨.૩૨ ટકા વધ્યો હતો. શુક્રવારે સેન્સેકસ ૯૬૯.૫૫ પોઈન્ટ અથવા ૧.૩૭ ટકાના ઉછાળા સાથે ૭૧,૪૮૩.૭૫ની વિક્રમી સપાટીએ બધં રહ્યો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન તે ૧,૦૯૧.૫૬ પોઈન્ટ અથવા ૧.૫૪ ટકા વધીને ૭૧,૬૦૫.૭૬ની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. શુક્રવારે, સેન્સેકસ પ્રથમ વખત ૭૧,૦૦૦ ની પાર બધં થયો હતો. નિટી ૨૭૩.૯૫ પોઈન્ટ અથવા ૧.૨૯ ટકા વધીને ૨૧,૪૫૬.૬૫ની નવી ટોચે બધં રહ્યો હતો. તે દિવસ દરમિયાન ૩૦૯.૬ પોઈન્ટ અથવા ૧.૪૬ ટકા વધીને ૨૧,૪૯૨.૩૦ની સર્વકાલીન ઐંચી સપાટીએ પહોંચ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application