દેશમાં સૌ પ્રથમ દ્રારકા એકસપ્રેસ વે પર સેટેલાઇટ દ્રારા ટોલ ટેકસ કપાશે

  • April 05, 2024 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બે મહિના પછી સેટેલાઇટ દ્રારા દ્રારકા એકસપ્રેસ વે પર ટોલ ટેકસ કપાત શ થશે. આ દેશનો પહેલો એકસપ્રેસ વે હશે જેના પર આ સિસ્ટમ દ્રારા ટોલ ટેકસ વસૂલવામાં આવશે. અહીં નવી સિસ્ટમ લાગુ કરવા માટે, બેંગલુ–મૈસુર હાઇવે પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ દેશનો પ્રથમ અર્બન એકસપ્રેસ વે છે. અહીં ૩૪ લેનનો દેશનો સૌથી મોટો ટોલ ગેટ બનાવવામાં આવ્યો છે. હવે સેટેલાઇટ દ્રારા ટોલ વસૂલવાની બાબતમાં પણ આ દેશનો પહેલો એકસપ્રેસ વે હશે.જો કે, એનએચએઆઈ બેંગલુ–મૈસુર હાઇવે પર આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટોલ વસૂલાતની ટ્રાયલ ચલાવી રહી છે. દ્રારકા એકસપ્રેસ વે પર તમામ વ્યવસ્થા અપડેટ કર્યા બાદ જ ટોલ વસૂલાત શ થશે. આ રીતે, તે સેટેલાઇટ સિસ્ટમ દ્રારા ટોલ વસૂલનારો દેશનો પ્રથમ એકસપ્રેસ વે બનશે. એનએચએઆઈ આ માટે તેની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે. એનએચએઆઈ ચીફ પીઆરઓ પ્રવીણ ત્યાગીએ જણાવ્યું કે દ્રારકા એકસપ્રેસ વે પર સેટેલાઇટ સિસ્ટમ દ્રારા ટોલ વસૂલવામાં આવશે. અહીં નિયમો અનુસાર પ્રતિ કિલોમીટર ટોલના દર નક્કી કરવામાં આવશે. તે કયારે શ થશે તે હજુ નક્કી થયું નથી.

આ રીતે સિસ્ટમ કામ કરશે
જીપીએસ ટોલ કલેકશન સિસ્ટમ વૈશ્વિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ પર કામ કરે છે. તેના દ્રારા વાહનનું ચોક્કસ લોકેશન ટ્રેક કરવામાં આવે છે. અંતરના હિસાબે ટોલ ટેકસની ગણતરી કરવામાં આવશે અને પૈસા કપાશે.આ માટે ડિજીટલ વોલેટને ઓફશોર બેંકિંગ યુનિટ સાથે લિંક કરવામાં આવશે અને આ વોલેટ દ્રારા પૈસા કાપવામાં આવશે. આફશોર બેંકિંગ યુનિટ એ બેંક શેલ શાખા છે જેનો ઉપયોગ વ્યકિતગત અને વ્યવસાયિક વ્યવહારો માટે થાય છે

ટોલ વસૂલાત આ રીતે થશે
આ સિસ્ટમમાં વાહનચાલકોએ ટોલ ગેટ પર રોકાવું પડશે નહીં. વાહન ચાલવા લાગતાની સાથે જ ડ્રાઈવરના ખાતામાંથી ટોલ ઓટોમેટીક કપાઈ જશે. ખાસ વાત એ છે કે જે અંતરની મુસાફરી કરવામાં આવશે તેના માટે પ્રતિ કિલોમીટરના નિર્ધારિત દરે ટોલ કાપવામાં આવશે. એકસપ્રેસ વે પર ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા લગાવવામાં આવ્યા છે. ખાસ કરીને આ કેમેરા તમામ એન્ટ્રી અને એકિઝટ પોઈન્ટ પર લગાવવામાં આવ્યા છે.જેવો ડ્રાઈવર એકસપ્રેસ વેમાં પ્રવેશે છે, તેના વાહનનો નંબર અને વાહનનો પ્રકાર એનએચએઆઈની આધુનિક ઈન્ટેલિજન્સ સિસ્ટમમાં ફીડ કરવામાં આવશે. પ્રવેશ પછી, યારે વાહન એકસપ્રેસ વે પર તેની મુસાફરી પૂર્ણ કરશે, ત્યારે તે સ્થાન પણ તત્રં દ્રારા રેકોર્ડ કરવામાં આવશે.એકસપ્રેસ વે પર મુસાફરી પૂરી થતાં જ કિલોમીટરના આધારે ટોલ કાપવામાં આવશે. ડ્રાઇવરને તેના મોબાઇલ પર ટોલની રકમ અને કેટલા કિલોમીટર મુસાફરી કરવામાં આવી તે અંગેનો સંદેશ પણ પ્રા થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News