આઈપીએલ ની હરાજી પહેલા મોટી માહિતી સામે આવી રહી છે. વાસ્તવમાં, આઈપીએલ ની બ્રાન્ડ વેલ્યુમાં ઘટાડો થયો છે. પહેલા આઈપીએલની બ્રાન્ડ વેલ્યુ ૯૨,૫૦૦ કરોડ હતી, પરંતુ હવે તે ૧૧.૭ ટકા ઘટીને ૮૨,૭૦૦ કરોડ થઈ ગઈ છે. મીડિયા રિપોટર્સ અનુસાર, આઈપીએલને બ્રોડકાસ્ટિંગ રાઇડસથી ઘણો ફાયદો થયો, પરંતુ તેમ છતાં, બ્રાન્ડ વેલ્યુમાં ઘટાડો થયો છે. તે જ સમયે, મુંબઈ ઈન્ડિયન્સને આઈપીએલની સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવતી ટીમ તરીકે પસદં કરવામાં આવી છે. આ લીગમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવતી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ છે.
ડી એન પી એડવાઈઝરીના રિપોર્ટ અનુસાર, આઈપીએલના મીડિયા અધિકારોની સમીક્ષા બ્રાન્ડ વેલ્યુમાં ઘટાડો થવાનું એક મુખ્ય કારણ છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે આઈપીએલ મીડિયા અધિકારોમાં અલગ અભિગમ અપનાવવામાં આવશે. આ સિવાય નેટવર્ક–૧૮ અને ડિઝની પ્લસ હોટસ્ટારનું મર્જર આડે આવી રહ્યું છે. જો આ અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો મુંબઈ ઈન્ડિયન્સ સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવતી ટીમ છે. મુંબઈ ઈન્ડિયન્સ પછી ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે બ્રાન્ડ વેલ્યુ છે. આ યાદીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ત્રીજા સ્થાને છે.અન્ય આઈપીએલ ટીમોની વાત કરીએ તો, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવતી ટીમોની યાદીમાં ચોથા સ્થાને છે. આ પછી અનુક્રમે દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, લખનૌ સુપર જાયન્ટસ, રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ છે. શ્રેયસ અય્યરની કેપ્ટન્સીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ત્રીજી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સૌથી વધુ વખત આઈપીએલનો ખિતાબ જીતી ચૂકયા છે. આ બંને ટીમોએ ૫–૫ વખત ટ્રોફી જીતી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMખાંડ અને ગોળ એક જ વસ્તુમાંથી બને છે, તો ખાંડ સ્વાસ્થ્ય માટે જોખમી અને ગોળ ફાયદાકારક એવું કેમ
November 22, 2024 04:44 PMજાણો ક્યા દેશના લોકો સૌથી વધુ ઊંઘે છે; વિશ્વમાં ભારત ક્યા નંબર પર?
November 22, 2024 04:29 PMએલોવેરામાં આ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવાથી શિયાળામાં ડેન્ડ્રફથી મળશે છુટકારો
November 22, 2024 04:27 PMઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 67 રનમાં 7 વિકેટ ગુમાવી,ભારતીય ટીમ 83 રનથી આગળ
November 22, 2024 04:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech