રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં પોલીસ મથકની નજીક જ ગંજીવાડામાં ખુલ્લ ેઆમ ચાલી રહેલા વરલી–મટકાના નેટવર્ક પર ગઈકાલે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી ચાર શખસોને દબોચી લીધા હતા. જયારે સંચાલક સહિત પાંચ શખસો હાથમાં આવ્યા ન હતા. સવા લાખની રોકડ સહિત ૧.૭૯ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. છેલ્લ ા ૧૫ દિવસથી આ જુગાર અખાડો ખુલ્લ ેઆમ ધમધમી રહ્યો હતો આમ છતાં રાજકોટ શહેરમાં સ્થાનીક એકપણ પોલીસને કેમ નજરે ન પડયો ? તે ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
થોરાળા વિસ્તારમાં અગાઉ પણ વરલી–મટકાનું નેટવર્ક ચલાવતા એસએમસીના હાથે સપડાયેલા મયુરસિંહ ભરતસિંહ ઝાલા ફરી વરલી–મટકાનો ખુલ્લ ેઆમ જુગાર ચલાવતો હોવાની માહિતીના આધારે એસએમસીના પીએસઆઈ એમ.એચ.સિનોલ સહિતની ટીમે ડીવાયએસપી કે.ટી.કામરીયાના માર્ગદર્શન હેઠળ દરોડો પાડયો હતો. પોલીસ ત્રાટકતા જ અન્ય શખસો નાસી ગયા હતા. જયારે આ જુગાર અડ્ડા પરથી વરલી–મટકાના આંકડા લેતાં ત્રણ શખસો અશરફ હારૂન દલ, જગદીશ ઉર્ફે જગો સોમા વાઘ, શબ્બીરઅલી ઉર્ફે ડમલો અલીમહમદ ઠેબા તેમજ નાણા ઉઘરાવતો ફીરોઝ અબ્રાહમ પલેજા હાથમાં આવ્યા હતા. જયારે અન્ય શખસો અમીત કોળી, બટુક મહારાજ, ઈકબાલ ઈસ્માઈલ પઠાણ અને જેપીડી નામનો શખસ તેમજ મુખ્ય સંચાલક મયુરસિંહ ભરતસિંહ ઝાલા હાથ લાગ્યા ન હતા.
જુગાર અખાડા પરથી ૧,૨૪,૭૭૦ની રોકડ, ૬ મોબાઈલ ફોન, વાહનો મળી કુલ રૂા.૧,૭૯,૯૭૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ તમામ સામે થોરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમીક પુછપરછમાં છેલ્લ ા પખવાડીયાથી જુગાર અખાડો ચલાવતા હતાનું બહાર આવ્યું છે. આ પરથી સવાલો એ ઉઠે કે, જો ગાંધીનગર બેઠેલી એસએમસીને રાજકોટમાં ચાલતી બદીઓની બાતમી મળી શકતી હોય તો રાજકોટ શહેરની ક્રાઈમ બ્રાંચ, એસઓજી, એલસીબી ઝોન–૨ તેમજ જે વિસ્તારમાં જુગાર અખાડો ચાલતો હતો તે થોરાળા પોલીસને કેમ કોઈ માહિતી ન મળી કે ગધં ન આવી ? શું મંજુરીથી આ અખાડો ચાલતો હતો ? એટલા માટે રાજકોટ સીટી પોલીસે આંખો બધં રાખી હતી ? જો થોરાળા પોલીસે મંજુરી આપી હોય અથવા અજાણ રહી હોય તો તેની ઉપર આવી બદીઓ અટકાવવા માટે એલસીબી ઝોન–૨ની જવાબદારી બની રહે. થોરાળા પોલીસ અને એલસીબી ટીમના આખં મીંચામણા અથવા નેટવર્ક નબળું હોય તો આ બન્ને ઉપર પણ સમગ્ર રાજકોટ શહેરમાં કોઈપણ અસામાજીક પ્રવૃતિ કે બદીઓ અટકાવવાનું કામ ક્રાઈમ બ્રાંચ અને એસઓજીનું છે. આ બન્ને એજન્સીઓ પણ અંધારામાં હતી કે, અન્ય કઈં ? જેવા સવાલો ઉઠી રહ્યા હશે. કદાચીત સ્થાનીક કક્ષાએ કોઈ પર પગલા લેવાશે અને એસએમસી તરફથી પણ રીપોર્ટ થશે તેવું દેખાઈ રહ્યું છે
નવા અધિકારીઓનો લાભ ઉઠાવ્યો કે અિકાંડમાં કોઈને ખ્યાલ નહીં પડેનો વિચાર હશે ?
રાજકોટ શહેરમાં કોઈપણ પોલીસ સ્ટેશનમાં કે ક્રાઈમ બ્રાંચ, એસઓજી, એલસીબીનો સ્ટાફ કોઈપણ બદીઓ પકડે કે ડીટેકશન કરે તેમાં પોલીસ કમિશનરથી લઈ એસીપી સુધીના અધિકારીઓની સુચના કે માર્ગદર્શન હોવાની પ્રેસનોટ રીલીઝ થતી હોય છે. થોરાળામાં પકડાયેલી કલબ બાબતે રાજકોટ શહેર પોલીસમાં બધા અજાણ રહી ગયા. પોલીસ કમિશનર અને એડી. કમિશનર બન્ને નવા છે, કદાચીત તેઓને ભૌગોલીક વિસ્તાર અને આવી બદીઓનો ખ્યાલ ન હોય અથવા તો અધિકારીઓ નવા છે અને અિકાંડને લઈને અધિકારીઓ એ તરફ જ તપાસમાં હશે જેથીેેેેે આ જુગાર બાબતે કોઈને ખ્યાલ નહીં આવે આવા વિચારે સ્થાનીક પોલીસે લીલીઝંડી આપી હશે ? અથવા તો જુગારીઓને અધિકારીઓ નવા છે અને અિકાંડનો ઈસ્યુ ચાલી રહ્યો છે તો શહેરભરની પોલીસ એ તરફ હશે અને કોઈને ખબર નહીં પડે માટે ચાલે ત્યાં સુધી આ જુગાર અખાડો ચલાવી લઈએ તેવો વિચાર હશે અને શહેર પોલીસને અંધારામાં રાખીને વરલી–મટકાનું નેટવર્ક ચલાવતા હશે ? આવું પણ ચર્ચાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે, કોની ઉપર કેવા પગલા તોડાશે ? રાબેતા મુજબ માછલીઓ એટલે કે, નાના પોલીસ કર્મચારી ટાર્ગેટ થશે કે અન્યોની સામે પણ પગલા લેવાશે ? અથવા તો કોઈ સામે કઈં નહીં થાય ?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સફાઈ કર્મીઓએ જૂની પેન્શન યોજના મુદ્દે આપ્યું આવેદન
January 13, 2025 01:58 PMજામનગર: લાલપુર તથા આસપાસના વિસ્તારોમા બુટલેગરોના મકાનોમાં વીજ વિભાગને સાથે રાખીને પોલીસનું ચેકીંગ
January 13, 2025 01:51 PMજામનગર: ઐતિહાસિક પીરોટન ટાપુ પરથી ધાર્મિક દબાણ દૂર, શું બોલ્યા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું
January 13, 2025 01:47 PMMahaKumbh 2025: જો મહાકુંભમાં જઈ રહ્યા છો, તો આ બાબતોનું ધ્યાન રાખીને યાત્રા બનાવો સરળ અને સુરક્ષિત
January 13, 2025 01:09 PMજામનગર : વિભાપર ગામના ખેડૂતને વ્યાજના વિષચક્રમાં ફસાવતા કુખ્યાત જાડેજા બંધુઓની અટકાયત
January 13, 2025 01:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech