જામનગર શહેરમાં એલસીબીની ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ

  • November 09, 2023 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં આજથી દિવાળીના તહેવારોનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખરીદી કરવા માટે આવનારા લોકો, વાહન ચાલકોને તકલીફ ના પડે ઉપરાંત ટ્રાફીક ન થાય તેની તકેદારી રાખવાના ભાગરૂપે, ઉપરાંત ખિસ્સા કાતરૂ  વગેરેને ધ્યાને લઈને તેમજ લોકોની સુરક્ષા ના ભાગરૂપે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
એલસીબીના પીઆઇ ચૌધરી, પીએસઆઇ તેમજ અન્ય સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું . જેમાં એલસીબીની કચેરીએથી પ્રારંભ લાલબંગલા સર્કલ, ટાઉનહોલ સર્કલ, બેડી ગેઇટ , રણજીત રોડ સહિતના મુખ્ય વિસ્તારોમાં એલસીબી ની ટીમેં પેટ્રોલિયમ હાથ ધર્યું હતું, અને તહેવારો દરમિયાન શહેરમાં લોકોને લોખંડી સુરક્ષા મળી રહે તેના ભાગરૂપે આ કવાયત હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application