રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ફાસ્ટ ફૂડ પાર્લર્સમાં દરોડા કાર્યવાહી હાથ ધરી ચેકિંગ કરવામાં આવતા વિવિધ આઠ સ્થળોએથી નુડલ્સ, મંચુરિયન, પાસ્તા, ચીઝ, ચિલી સોસ, ચટણી, સલાડ, રાઇસ, ફ્રોઝન ફ્રુટ, મિઠાઇ સહિતનો 30 કિલો વાસી અને અખાદ્ય જથ્થો જપ્ત કરી તેનો સ્થળ ઉપર નાશ કર્યો હતો તેમજ તમામને નોટિસ ફટકારી હતી. આગામી દિવસોમાં પણ ફાસ્ટ ફૂડ પાર્લર્સમાં ચેકિંગ ચાલુ જ રહેશે.
પ્રયોશા રેસ્ટોરન્ટને ગંદકી બદલ નોટિસ
શહેરના મવડી વિસ્તારમાં ફાલ્કન રોડ, પ્રશાંત કાસ્ટીંગ સામે આવેલા પ્રયોશા રેસ્ટોરન્ટમાં તપાસ કરતાં સ્થળ ઉપર હાઇજેનિક કન્ડિશન જોવા મળી ન હતી આથી આરોગ્યપ્રદ સ્થિતિ જાળવવા તથા લાયસન્સ અંગે નોટિસ ફટકારવામાં આવી હતી.
રાજમંત્ર કોલ્ડ્રિંક્સમાં ફ્રોઝન ફ્રુટ મળ્યું, નાશ
યાજ્ઞિક રોડ ઉપર રામકૃષ્ણ આશ્રમ સામે આવેલા રાજમંત્ર કોલ્ડ્રિંક્સમાં સંગ્રહ કરેલ પડતર ફ્રોઝન ફ્રૂટનો કુલ ત્રણ કિલો જથ્થો મળી આવતા તેનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો તેમજ યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.
મિચીસના ફ્રીઝમાંથી બધું જ વાસી મળ્યું
યુનિ.રોડ ઉપર ઇન્દિરા સર્કલ પાસેના મિચિઝ રેસ્ટોરન્ટ એન્ડ ફાસ્ટ ફૂડના ફ્રિઝમાં લાંબા સમયથી સંગ્રહ કરેલા નુડલ્સ, પાસ્તા, રાઇઝ, બાફેલા સલાડનો જથ્થો મળ્યો હતો, આવા નવ કિલો જથ્થાનો નાશ કરીને સ્ટોરેજ, હાઇજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ અંગે નોટિસ ફટકારી હતી.
બીએનએસ ફૂડમાંથી વાસી ચીઝ-સોસ મળ્યો
યુનિ.રોડના બીએનએસ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી- સેફ ફેટ સોમાં સ્થળ ઉપર ફ્રીઝમાં સંગ્રહ કરેલ એકસપાયરી ડેટ વિતાવેલ ચીઝ ડીપ, મંચુરિયન તથા ચીલી સોસ સહિતના વાસી અખાદ્ય પદાર્થોના સાત કિલો જથ્થાનો નાશ કરી હાઇજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ ફટકારી હતી.
નવરંગ ડેરી ફાર્મમાં વાસી મિઠાઇનો નાશ
મેહુલનગર મેઇન રોડની નવરંગ ડેરી ફાર્મમા સંગ્રહ કરેલ વાસી-પડતર મિઠાઇના એક કિલો જથ્થાનો નાશ કરાયો હતો તેમજ ખાદ્યચીજોના પેકિંગ ઉપર મેન્યૂફેકચર ડેટ તથા યુઝ બાય ડેટ દશર્વિવા અને યોગ્ય સ્ટોરેજ જાળવવા નોટિસ આપી હતી.
સંજય ખમણમાંથી અખાદ્ય ચટણી મળી
મવડી મેઇન રોડને લાગુ નવલનગર શેરી નં.2માં આવેલા સંજય ખમણ હાઉસમાં સંગ્રહ કરેલ વાસી અખાદ્ય જણાયેલ લીલી ચટણીના છ કિલો જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો તેમજ હાઇજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ આપી હતી.
બિન હરીફ ફાસ્ટ ફૂડમાં અખાદ્ય જથ્થો મળ્યો
રૈયા રોડ ઉપર સદગુરૂ તીર્થધામ કોમ્પ્લેક્સ પાસેના બિન હરીફ ફાસ્ટ ફૂડમાં સંગ્રહ કરેલ વાસી અને અખાદ્ય જણાયેલ પ્રિપેર્ડ ફૂડ તથા ડેરી પ્રોડક્ટસના કુલ ચાર કિલો જથ્થાનો નાશ કરી હાઇજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.
બડીઝ પિત્ઝાને ગંદકી બદલ નોટિસ
ઇન્દિરા સર્કલ પાસેના બડીઝ પિત્ઝામાં તપાસ કરતાં સ્થળ ઉપર હાઇજેનિક કન્ડિશન જોવા મળી ન હતી આથી આરોગ્યપ્રદ સ્થિતિ જાળવવા તથા લાયસન્સ અંગે નોટિસ ફટકારવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech