BREAKING NEWS

રાજકોટવાસીઓ ખાતા પહેલા સાવધાન... પાપા લુઇઝ પિઝામાં ફૂડ દરોડા, 70 કિલો વાસી જથ્થો મળ્યો

  • June 15, 2026 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકામાં આજે મેયર ડો.નેહલ શુક્લએ ભેળસેળ પકડવા એક વર્ષ સુધી ચેકીંગ ડ્રાઇવ કરવા આદેશ કરતાની સાથે જ ફૂડ બ્રાન્ચની ટીમ મેયરના વોર્ડ નં.૭માં આવેલા મ્યુનિ.કમિશનર બંગલાની સામેના પાપા લુઇઝ પિઝામાં ત્રાટકી હતી અને ફૂડ દરોડા અંતર્ગત ૭૦ કિલો વાસી અને અખાદ્ય જથ્થો જપ્ત કરી તેનો સ્થળ ઉપર જ નાશ કર્યો હતો.


વિશેષમાં સૂત્રોના જણાવ્યા મુજબ પિઝા બનાવવા માટે વપરાશમાં લેવાતું વાસી રો- મટીરિયલ જપ્ત કરી તેનો સ્થળ ઉપર નાશ કરાયો હતો. આગામી દિવસોમાં આ વિસ્તારના અન્ય ફાસ્ટ ફૂડ પાર્લરમાં પણ ચેકીંગ કરવામાં આવશે. હવે ડે એન્ડ નાઇટ ફૂડ ચેકીંગ ડ્રાઇવ ચાલુ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application