ફડ ડિલિવરી અથવા કેબ સર્વિસ સંબંધિત ઘણી એપ્સ માટે કામ કરી રહેલા કર્મચારીઓને સરકાર મોટી ભેટ આપી શકે છે. અહેવાલ છે કે સરકાર ગીગ વર્કર્સ અને પ્લેટફોર્મ આધારિત નોકરી કરનારાઓને વીમા અને પેન્શન આપવા જેવી સિસ્ટમ શ કરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યા અનુસાર યાં સુધી લેબર કોડ લાગુ ન થાય ત્યાં સુધી અમે આવા લોકોને તેમના અધિકારોથી દૂર રાખી શકીએ નહીં.
ગીગ કામદારો એવા લોકો છે જે સામાન્ય રીતે અસ્થાયી નોકરીઓ કરે છે. તેઓ સ્વતત્રં કોન્ટ્રાકટર અથવા ફ્રીલાન્સર તરીકે કામ કરે છે. આવા કર્મચારીઓ પાસે તેમના કામનો સમય નક્કી કરવા જેવી સુવિધાઓ પણ હોય છે. તેઓ પ્રોજેકટ આધારિત નોકરીઓ પણ કરે છે. નીતિ આયોગનો અંદાજ છે કે દેશમાં ૬૫ લાખ ગીગ વર્કર્સ છે, પરંતુ આ આંકડો બે કરોડને પાર કરી શકે છે.
માળખાને લાગુ કરવાના આ નિર્ણયને શ્રમ કાયદામાં સમાવિષ્ટ જોગવાઈઓનું 'સોટ લોન્ચિંગ' પણ કહેવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં, આ એટલા માટે છે કારણ કે તમામ રાયો હજુ સુધી લેબર કોડ લાગુ કરવા માટે તૈયાર નથી. ગઈકાલે માંડવિયાએ કહ્યું, યાં સુધી નિયમો લાગુ ન થાય ત્યાં સુધી અમે તેમને તેમના અધિકારોથી વંચિત કરી શકીએ નહીં. તે પહેલા અમારે એક પોલિસી લાવવી પડશે.
તેમણે એમ પણ કહ્યું કે તેઓ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં બજેટ પહેલા સામાજિક સુરક્ષા માળખાને લાગુ કરવાનો પ્રયાસ કરશે. ખાસ વાત એ છે કે કેટલાક રાયોએ ગીગ વર્કર્સ માટે કાયદા પણ બનાવ્યા છે. મંત્રીનું કહેવું છે કે મંત્રાલય તમામ સૂચનો પર વિચાર કરી રહ્યું છે, કારણ કે કર્મચારી અને નોકરીધારક વચ્ચે કોઈ સંબધં નથી. વળી, સૌથી મોટી વાત એ છે કે આવા કર્મચારીઓની સામાજિક સુરક્ષા માટે ફાળો કયાંથી આવશે, જે તેમને નોકરીએ રાખનારાઓ દ્રારા કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોહાલીમાં બહુમાળી ઈમારત ધરાશાયી : બે લોકોએ જીવ ગુમાવ્યા, કેટલાક હજુ પણ કાટમાળમાં ફસાયેલા
December 22, 2024 12:17 PMભારતીય ટીમે એશિયા કપ ટાઇટલ જીત્યું, ફાઇનલમાં બાંગ્લાદેશનો પરાજય
December 22, 2024 11:41 AMટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો... કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ
December 22, 2024 09:59 AMછત્તીસગઢના જગદલપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, મિની ટ્રક પલટી જતાં 5 લોકોનાં મોત, ડઝનેક ઘાયલ.
December 22, 2024 09:10 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech