વેલેન્ટાઈન્સ વીકમાં ચોકલેટ્સ નું ધૂમ વેંચાણ થતું હોય તે પૂર્વે રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા ચોકલેટ્સના હોલસેલર તેમજ કન્ફેશનરી આઇટમ્સનું વેંચાણ કરતા હોલસેલર્સને ત્યાં ચેકિંગ હાથ ધરીને ૧૪ ચોકલેટ્સના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી. મેતાએ જણાવ્યું હતું કે, સર્વેલન્સ ચેકીંગ અંતર્ગત (૧) ન્યરા એલાન્ઝા કલરફૂલ ચોકલેટ મિક્સનું સેમ્પલ (૨) ન્યરા વેલેન્ટાઈન ટ્રફલ્સ મિલ્ક ચોકો અને (૩) ચોકોટાઉન દુબઇ ચોકલેટ સેન્ટર ફિલ મિલ્ક બાર સહિતની ત્રણ ચોકલેટના સેમ્પલ લક્ષ્મી સ્ટોર, રામનાથપરા મેઇન રોડ ખાતેથી,
(૪) ટી કોન ગોલ્ડ સેલિબ્રેશન પેક, (૫) કેવિન ગોલ્ડ ડાર્ક સ્ટાઇલ અને (૬) ડેઝી ટોરેન્ટ કોકોનેટ ફિલ બારનું સેમ્પલ સ્થળ -ગુરુકૃપા સિઝન સ્ટોર, જુના મોરબી રોડ ખાતેથી (૭) ફનબન ચોકો ઓરેન્જ ક્રીમી ચોકોફિલ્ડ કેન્ડી (૮) ફનબન ઈક્લર્સ ક્રીમી ચોકોફિલ્ડ કેન્ડી અને (૯) સમ્મી મઝેદાર મેંગો સેન્ટર ફિલ્ડ કેન્ડી (૧૦) સમ્મી મેંગો ટન લવ કેન્ડી (૧૧) ન્યરા વેલેન્ટાઈન ટ્રફ્લ્સ મિલ્ક ચોકો અને (૧૨) ટી કોન ડ્રીમલેન્ડ પ્રીમિયમ મિલ્ક ચોકો સહિતના સેમ્પલ સ્થળ -તુલસી એન્ટરપ્રાઇઝ, મોચી બજાર મેઇન રોડ ખાતેથી તેમજ (૧૩) કેન્ડીલેક ટ્રૉ લક્સ ટ્રફલ અને (૧૪) સિંટુ રોઝેલા રોઝ ફ્લેવર્ડ ચોકો હાર્ટ્સ નું સેમ્પલ સ્થળ- લક્ષ્મી સિઝન સ્ટોર, રામનાથપરા શેરી નં.૧ ખાતેથી લેવામાં આવ્યા હતા.